Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ત્રણ ગાબડા પડતા ખેતરોમાં પાણી કરી વળ્યાં

Share

પાટણ જિલ્લાની રણકાંધીએ આવેલા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા નિગમ સંચાલિત ડીસ્ટ્રીક્ટ કેનાલોમાં ગાબડા પડવાની સમસ્યાઓ યથાવત છે. રાધનપુર નર્મદા નિગમની બેદરકારીને કારણે બામરોલી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં અલગ – અલગ જગ્યાએ 3 જેટલા ગાબડા પડતા આસપાસના ખેડૂતોના ખેતરોમાં ઢીંચણસમા પાણી ફરી વળ્યા હતા જેને લઇ રવિ સીઝનના પાકને નુકસાન થયું છે.

મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાના જારુષા ગામ નજીકથી પસાર થતી બામરોલી ડિસ્ટ્રીક્ટ કેનાલ તેમજ માયનોર કેનાલ સહિત અન્ય સ્થળેથી પસાર થતી કેનાલોમાં આજે ગાબડા પડતા તેનું હજારો લિટર પાણી આસપાસના ચારથી વધારે ખેતરોમાં ફરી વળ્યુ હતું, ત્યારે કેનાલમાં ગાબડા પડવાના કારણે ખેતરોમાં ઢીંચણસમા પાણી ફરી વળ્યા હતા જેને કારણે ખેડૂતોએ રવિ સીઝનમાં વાવેતર કરેલા જીરુ અને રાયડાનું વાવેતર પાણીમાં ગરકાવ થયું છે કેનાલોનું મેન્ટેનન્સ તેમજ સફાઇ વિનાજ રાધનપુર નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતા તેની બેદરકારીને કારણે ગાબડા પડવાનો સીલસીલો યથાવત રહ્યો છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના ઉમલ્લા રાજપારડી વિસ્તારોમાંથી ૫ લાખ ઉપરાંતની વિજ ચોરી ઝડપાઇ.

ProudOfGujarat

જંબુસરના માલપુર ગામે રાત્રીના અગ્નિતાંડવ બે મકાનો આગમાં થયા ભસ્મીભૂત.

ProudOfGujarat

ભાવનગરમાં સવારે કડાકા ભડાકા સાથે માવઠુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!