અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર છે. જેના ભાગરૂપે અમદાવાદ જનમાર્ દ્વારા શહેરીજનોને ૧૩ વર્ષથી જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવે છે. અમદાવાદ જનમાર્ગ BRTS દ્વારા મુસાફરો માટે સુરક્ષિત, સુવિધાપૂર્ણ, ઝડપી અને ટેકનોલોજીથી સુસજજ જાહેર પરિવહન Green Initiative સાથે પુરી પાડવાના પ્રયાસરૂપે ૨૦૦ ઓન રોડ ઇલેકટ્રીક બસો ( AC ) અને ૫૦ સી.એન.જી. બસો દ્વારા પ્રદુષણ રહિત તેમજ વ્યાજબી દરની બસ વાહન વ્યવહારની સુવિધા પુરી પાડે છે.
શહેરીજનો પોતાના અંગત વાહનો બી.આર.ટી.એસ કોરીડોરમાંથી પસાર ના કરે તે તેઓની અને અન્ય રાહદારીઓ પ્રવાસીઓની સુરક્ષા માટે ખુબ જરૂરી છે. બી.આર.ટી.એસ કોરીડોર માં પ્રવેશ નિષેધ હોવા છતા કોરીડોરમાં પ્રવેશી ગંભીર થી જીવલેણ અકસ્માત સર્જાય તેવી સ્થિતિનુ નિર્માણ કરવામાં જવાબદાર એવા ટુ-વ્હીલર થી ફોર વ્હીલર વાહનો સામે ઝુંબેશના ભાગરૂપે શહેરના પશ્ચિમ અને પુર્વ વિસ્તારમાં પોલીસ ટ્રાફિક વિભાગ અને બી.આર.ટી.એસ ના સંયુક્ત ટીમે સખ્ત કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. અગાઉ 2 દિવસ પહેલા ઉત્તર ઝોનમાં મેમ્કો ક્રોસ રોડ અને ઠકકરબાપા નગર પરના કોરીડોરમાં અનધિકૃત રીતે પ્રવેશતા વાહનો સામે ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓન-ધ સ્પોટ પર કુલ ૩૧ વાહનો ડીટેઇન કરી રૂા. ૯૫૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.