પાનોલી જીઆઇડીસી નજીકના ગામડાના લોકોની સમસ્યાથી ચિંતિત સામાજીક કાર્યકર મુહંમદ મોગરેલ તેમજ તેમની ટીમ દ્વારા સ્થાનિક પંચાયતના સરપંચો તેમજ ગામ આગેવાનો સાથે મીટીંગ કરી સ્થાનિકોની બેરોજગારીની સમસ્યાનો સુખદ નિરાકરણ લાવવા રજુઆત કરાતા સથાનિક પંચાયતોએ પણ નોંધ લીધી. મોડે મોડે પણ ગામડાના લોકો જાગૃત થતા સથાનિક પંચાયત વિભાગે પણ સ્થાનિકોની વધતી બેરોજગારીની સમસ્યાની નોંધ લઇ પંચાયતો દ્વારા ઠરાવો પાસ કરી પાનોલી એસોસિએશન તેમજ સરકારી વિભાગોને મોકલી રજુઆત કરાઇ. આવનારા દિવસોમા સ્થાનિકોના બેરોજગારી બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે. તમામ લોકો સ્થાનિકોની બેરોજગારીની સમસ્યા બાબતે એક જુથ થઇ લડત આપવા તૈયારી દર્શાવી. પાનોલી GIDC માં સ્થાનિકોને નોકરી અને રોજગાર અપાતો ન હોય અને ગામડામા સ્થાનિક લોકોમા બેરોજગારી વધતા તકલીફ પડતી હોય સ્થાનિકો દ્વારા આસપાસની પંચાયતના સરપંચો તેમજ ગામ આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતને સ્થાનિક પંચાયતોએ પણ ધ્યાનમાં લઈને નોકરી ધંધા અને રોજગારીની સમસ્યાને અતિગંભીર ગણાવીને પંચાયત ઠકી ઠરાવો કર્યા હતા. જે ઠરાવોને પંચાયતના સરપંચો દ્વારા વિવિધ સરકારી વિભાગો અને પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને મોકલવામાં આવેલ છે. સ્થાનિકોની રોજગાર અંગેની માંગણીને લઈને સ્થાનિકો ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનને આ બાબતે યોગ્ય ઉધોગોને સલાહ સુચન આપવા અને સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવવા રૂબરુ પણ ધારદાર રજુઆત કરી માંગણી કરી સરકારશ્રીના નિયમો અનુસાર 85+15 નો રેશીયો પ્રમાણે અમલ કરી કરાવી સ્થાનિકોને નોકરી ધંધા આપી અપાવી બેરોજગારીની વિકટ સમસયા માટે રજુઆત કરાશે. ઔદ્યોગિક વસાહતોમા ગામડાના લોકોએ જમીન ગુમાવનારા તેમજ નોકરી ધંધાથી વંચિત અનય લોકોની બેરોજગારીની વિકટ સમસયાથી ચિંતિત સામાજીક કાર્યકર મુહંમદ મોગરેલનાં જણાવ્યા અનુસાર સ્થાનિકોમાં બેરોજગારીનો વ્યાપ ખુબ વધ્યો છે. કંપનીઓ સ્થાનિકોને યોગ્ય પ્રમાણમાં નોકરી અને રોજગાર આપી નથી રહી. કોન્ટ્રાક્ટમાં કામ કરનારા લોકોમાં પણ સ્થાનિકોને ખૂબ ઓછા પ્રમાણમાં નોકરી મળે છે. લેન્ડ લુઝરોને પણ પરમેનન્ટ નોકરી કે ધંધા પાનોલી જી.આઈ.ડી.સી.માં મળતી નથી. અમારા પૂર્વજોએ આવનારી પેઢીને નોકરી મળશે એવી આશાએ જમીનો ઉદ્યોગોને આપી હતી, પરંતુ ઉદ્યોગોનો તો વિકાસ થઈ રહ્યો છે અને સ્થાનિકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. અમારી પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને સરકારશ્રીથી માંગ છે કે 5 કીમિની અંદર આવતા દરેક ગામોનાં લોકોને સરકારશ્રીના નિયમો મૂજબ 85+15 નો અમલ કરી સ્કીલના આધારે નોકરી આપે, કોન્ટ્રાકટમાં પણ અમુક પરસન્ટેજ નકકી કરે. નોકરી કે કામ ધંધા પણ સ્થાનિકોની જગ્યાએ પરપ્રાંતીય તથા લાગતા વળગતા લોકોને બહોળા પ્રમાણમાં ઇરાદા પૂર્વક લાભ અપાઇ રહ્યા છે. એ જ રીતે કંપનીઓમાં પણ લાગતા વળગતા લોકોને જ પરમેનન્ટ નોકરીઓ મળી રહી છે. સ્થાનિકોએ નોકરી માટે વલખાં મારવા પડી રહ્યા છે. સરકારી અધિકારીઓ તેમજ GIDC નાં ઉચ્ચ અધિકારીઓ ઘણીવાર પાનોલી જીઆઇડીસીની મુલાકાતે આવે છે પરંતુ તેઓ ફકત એસોસિએશન અને ઉદ્યોગ આગેવાનોને મળીને જતા રહે છે સ્થાનિકોની બેરોજગારીની નોંધ લેવાતી નથી કે નથી સ્થાનિક પંચાયત કે ગામ આગેવાનોની મુલાકાત લેવામાં આવતી. આમ, સ્થાનિકો જોડે અન્યાય થઈ રહ્યો છે. કંપનીઓ દ્વારા થોડા વર્ષોમાં બહારથી આવીને નજીકના ગામોમાં વસતા લોકોને સ્થાનિકો તરીકે ગણાવવામાં આવે છે મૂળ સ્થાનિકો જોડે અન્યાય છે. આ બાબતને તંત્ર અને પાનોલી ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન મળી સ્થાનિકો જોડે મળી સાંભળી તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે એવી અમારી માંગ છે.
પાનોલી ઔદ્યોગિક વસાહતમાં જમીન ગુમાવનારાઓએ નોકરી ધંધા મેળવવા રજુઆત કરવામાં આવી.
Advertisement