નેશનલ સેફટી ડે ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાનોલી એક કંપનીની સુરક્ષા અંગેના દાવાઓ પોકળ સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પાનોલી જીઆઇડીસી સ્થિત એક અજ્ઞાત કંપનીના રાજુ પંડિત નામના લેબર કોન્ટ્રાક્ટરે સોનુ યાદવ નામના અનસ્કીલ્ડ એક ગરીબ કામદારને કેમિકલ કંપનીમાં કામ અર્થે લઈ ગયો જ્યાં તેની આંખોમાં કેમીકલની અસર થતા માનવીય દ્રષ્ટિએ સારવાર કરાવવાને બદલે તેને રસ્તે રઝળતો મૂકી જતો રહ્યો અને ખુદ કામદારે ટ્રીટમેન્ટ લેવા જવું પડ્યું હતું. હાલ આ ગરીબ કામદાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળછે અને તેની બંને આંખોની દ્રષ્ટિ જતી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે ની જાણ કામદાર સમાજમાં થતાં જવાબદાર કંપની સંચાલકે કામદારની સારવાર અર્થે કોઈ પણ વ્યવસ્થા ન કરતા કામદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ સમગ્ર ઘટના અંગે તંત્ર માનવતા પણ ન દાખવનાર જેતે કંપની સંચાલક સામે કડકમાં કડક પગલાં લે તેવી તીવ્ર માંગ કરી હતી. આ ઘટનામાં કામદારને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જનાર 108ની ટીમ ને પણ કહેવાતા રાજુ પંડિત નામનો લેબર કોન્ટ્રાકટર કે કઈ કંપનીમાં આ ગરીબ કામદાર ને ગેસ લાગ્યો તેની નામઠામની જાણ થઇ શકી નથી. અનસ્કીલ્ડ આવા કામદારો પાસે જોખમી કામગીરી કેમ કરાવાઈ તે પણ પ્રશ્ન ઉઠવા પામ્યો છે. સમગ્ર ઘટના ની લોકો માં ભારે ચર્ચા ચાલી રહી છે.
નેશનલ સેફટી ડે ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાનોલી એક કંપનીની સુરક્ષા અંગેના દાવાઓ પોકળ સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
Advertisement