Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી જીઆઇડીસી સ્થિત સલ્ફર મિલ્સ પ્રા.લી. કંપનીમાં એક અધિકારીને ઝેરી ગેસ લાગતા મૃત્યુ થયું.

Share

પાનોલી જીઆઇડીસી સ્થિત સલ્ફર મિલ્સ પ્રા.લી. કંપનીમાં ફરજ બજાવતા એક અધિકારીને ઝેરી ગેસ લાગતા બેશુદ્ધ બની ગયા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે પાનોલીની સલ્ફર મિલ્સ પ્રા.લી.માં હેડ વાઇસ પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા શશીકાંત પેન્ડેસે (રહે.આર કે હેલિટેડ એપાર્ટમેન્ટ, ઝાડેશ્વર)આજરોજ રૂટિન વિઝિટ અર્થે કંપનીના યુનિટ 4 ઉપર ગયા હતા તે દરમ્યાન બીજે માળે સ્ટોર રૂમમાં તેમને ઝેરી ગેસ લાગતા તેઓ બેશુદ્ધ બની ગયા હતા. જે અંગે કંપની સત્તાધીશોને જાણ થતા તેઓને તાત્કાલિક અસરથી અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા. પરંતુ ફરજ ઉપરના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરાતા પોલીસે હાલ તુરંત અકસ્માત મોતનો ગુનો દર્જ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો આ સિઝલિંગ અવતાર જોઈને પ્રશંસકો આશ્ચર્યચકિત થયા

ProudOfGujarat

મોહરમ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

અંકલેશ્વર : ચૂંટણીના ધમધમાટ વચ્ચે કાયદો-વ્યવસ્થાને પહોંચી વળવા પોલીસ સજ્જ, ઠેર ઠેર વાહનોનું સઘન ચેકિંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!