Proud of Gujarat
FeaturedGujaratINDIASport

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ ખેલાતી વીન્ટર સ્પોર્ટસ ઇવેન્ટનો આજરોજ પ્રારંભ થયો હતો.

Share

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ બી.એસ.પટેલ, ઉપપ્રમુખ કિરણસિંહ પરમાર, પીઇટીએલના ચેરમેન પંકજ ભરવાડા, સ્પોર્ટસ ઇવેન્ટના કન્વીનર હેમંત પટેલ, ચંપાલાલ રાવલ, M.S જોલી, અતુલ બાવરીયા સહિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ સ્પોર્ટસ ઇવેન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આ સ્પોર્ટસ ઇવેન્ટમાં ગતરોજ મહિલા સ્પોર્ટસ બાદ આજરોજ ક્રિકેટ, દોડ, ટગ ઓફ વોર સહિતની વિવિધ ઇવેન્ટસનો શુભારંભ થયો હતો. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 62 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. તો અન્ય ઇવેન્ટસમાં પણ અનેક રમતવીરોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અંકલેશ્વર મીડિયા ઇલેવન તેમજ પી.આઇ.ઈન્ડસ્ટ્રીઝ પાનોલી વચ્ચે યોજાઈયા હતી. જેમાં મીડિયા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો. અગાઉ ટગ ઓફ વોર ઇવેન્ટમાં પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની ટીમે મીડિયા ઇલેવનની ટીમને પરાજય આપ્યો હતો.

Advertisement

Share

Related posts

ભાવનગર : અક્ષરવાડી ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

પત્રકાર એકતા સંગઠન– ગુજરાત ભરૂચ જિલ્લાનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ માહિતી વિભાગ કચેરી ખાતે યોજાયો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં ભાજપા દ્વારા વોલ પેન્ટિંગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!