Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાનોલી નજીક બાકરોલ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ ના વાલ્વ સાથે ત્રણ ઈસમોને ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડયા

Share

ભરૂચ જિલ્લામાં ગુનાખોરીની ઘટનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત જિલ્લાના અનેક સ્થળે દરોડા પાડી રહ્યા છે, તેમજ ગુનાખોરીને અંજામ આપતાં તત્વોને જેલના સળીયા પાછળ પણ ધકેલી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા હાંસિલ થઈ હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે જિલ્લાના પાનોલી નજીક આવેલ બાકરોલ બ્રિજ પાસેની એક દુકાનમાં દરોડા પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચના દરોડા દરમ્યાન 280 કિલો ગ્રામ જેટલાં એસ.એસ ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા.

જે બાદ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા (1) બાબુ સિરાજ અંસારી રહે, યોગી નગર સારંગપુર અંકલેશ્વર (2) ગોકુલ લાલા શાહુ રહે, બાકરોલ અંકલેશ્વર તેમજ (3) રામ અવતાર ગણપત દાસ સ્વામી રહે, બાકરોલ, અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તમામ પાસેથી કુલ 83 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

Share

Related posts

મહિસાગર જિલ્લાનાં ઝવરા ખાંટના મુવાડાના ગ્રામજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનું ઉદબોધન લાઇવ ટેલીકાસ્ટથી નિહાળ્યુ

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકાના કમિશનરની પશુઓ પ્રત્યે માનવતા સભર લાગણી

ProudOfGujarat

ભરૂચ : 18 વર્ષથી ઉપરનાં યુવાનો વેક્સિનનાં પ્રથમ દિવસે જ સર્વર ડાઉન થતાં અટવાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!