તારીખ 12 મી ડિસેમ્બરે પાનોલી એસ્ટેટમાં આવેલ જીઆઇડીસી ગ્રાઉન્ડ ખાતે PIA વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જેનો શુભારંભ પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ બી.એસ. પટેલે દીપ પ્રગટાવીને કર્યો હતો. આ પ્રસંગે પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ અને સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન મહેબૂબભાઇ ફિજીવાલા, ટ્રેઝરર અને સ્પોર્ટ્સ કમિટીના કો-ચેરમેન હેમંત પટેલ, સેક્રેટરી કિરણસિંહ પરમાર, ઉપપ્રમુખ ચંપકલાલ રાવલ, PETL ચેરમેન પંકજભાઈ ભરવાડા, તેમજ કમિટી મેમ્બર અતુલભાઈ બાવરીયા, શશીકાંતભાઈ પટેલ, કિરીટસિંહ રાજ, વિક્રમભાઈ પટેલ, અનિલભાઈ શર્મા, કરણસિંહ જોલી, અશોકભાઈ પટેલ તેમજ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 80 ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટ નોક આઉટ ધોરણે રમાશે. આ ટુર્નામેન્ટની દરેક મેચમાં મેન ઓફ ઘી મેચ બનનારને પાનોલીની સાંઈનાથ ઇન્ડસ્ટ્રીઝ તરફથી 1000 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવશે. ક્રિકેટ ઉપરાંત વોલિબોલમાં 20 ટીમો અને કબ્બડીમાં 10 ટીમોએ ભાગ લીધો છે. તેમજ ટેબલ ટેનિસમાં 10, ચેસમાં 27, કેરમમાં 44,100 મીટરની દોડમાં 33,200 મીટરની દોડમાં 15, લાંબા કૂદકામાં 7, શોટ પૂટમાં 6, ટગ ઓફ વોરમાં 5, જવેલીન થ્રોમાં 9 તેમજ વેઇટ લિફ્ટિંગમાં 2 હરીફોએ ભાગ લીધો છે. ક્રિકેટની પ્રથમ મેચ પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને સાંઈનાથ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી. જેમાં સાંઈનાથ ઇન્ડસ્ટ્રીઝ વિજેતા બની હતી. મેચની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી.