પાનોલી જી.આઈ.ડી.સી નાં પોલ્ટ નંબર ૧૮ ખાતે આવી રહેલ કંપની પાનોલી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ લીમીટેડ દ્વારા કામ ચાલુ કરાતા એનો ઉગ્ર વિરોધ થયો હતો. જેમા આસપાસનાં ૧૪ ગામના લોકો દ્વારા એનો વિરોધમાં વિવિધ ડીપાર્ટમેન્ટમાં રજુઆતો કરાઈ હતી. એન્વાયરમેન્ટ ક્લીયરન્સની અવધિ પૂરી થઈ ગઈ હોવા છતાં વગનો ઉપયોગ કરી વિપુલ પ્રમાણમાં માટી ખોદી અને આ કામનો વિરોધ કરનાર લોકોને દામવાની કોશીશ કરી આ ખાનગી કંપની દ્વારા કામ ચાલુ રાખવામાં આવ્યુ હતું. અનેક ડીપાર્ટમેન્ટોમાં ગાંધીનગર સુધી રજુઆત કરવા છતાં પણ આ કંપનીનુ કામ સતત ચાલુ રહેતા અને લોકશાહીનો અવાજ રુધાતાં આસપાસનાં ગામોનાં લોકો એકત્ર થઈ ખરોડ ગામનાં લોકો દ્વારા અને જમીઅતે-ઉલમાએ-ગુજરાતનાં જનરલ સેક્રેટરી અબ્દલ કૈયુમ હક દ્વારા આ ખાનગી કંપની અને એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દીલ્હી, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ ગાંધીનગર, જી.પી.સી.બી., અને સી.પી.સી.બી., સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુડી અને રાજકીય વગનાં ઉદ્માદમાં રાચતાં ઉધ્યોગ પતિઓ સામે ઈતિહાસમાં પાનોલી અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી નો સૌ પ્રથમ કેસ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં જતાં ઉધ્યોગોને લગતાં એવા ડીપાર્ટમેનન્ટોમાં ફફડાટ જોવા મળ્યો છે. ઉપરોક્ત માહીતી ઉપરાંત અબ્દુલ કૈયુમ હકનાં જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ન્યાયતંત્ર દ્વારા લોકહીત અને પર્યાવરણનાં હિતમાં ચુકાદાઓ થાય એવી સંભાવના છે. વધુમાં આ કેસથી જોડાયેલા ખરોડનાં આગેવાનો મુહંમદ મોગરેલ, મહમદ અમીન કાજી, મો.સોયબ ગંગાત,મકસુદભાઈ ખરોડીયા, સલીમ જાંગડા, નઈમ મોતાલા, સાકીર જોગીયાત,ફૈઝલ હાંસરોડ, વાજીદ હાંસરોડની મુલાકાત કરતા પાનોલી વિસ્તારમાં બેફામ પણે પ્રદુષણ ફેલાવનારા તત્વો સામે પણ આગામી દિવસોમાં કાયદાકીય પગલા લેવામાં આવશે એમ જાણવા મળ્યુ હતું.
પાનોલી જી.આઈ.ડી.સી નાં પોલ્ટ નંબર ૧૮ ખાતે આવી રહેલ કંપની પાનોલી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ લીમીટેડ દ્વારા કામ ચાલુ કરાતા એનો ઉગ્ર વિરોધ થયો હતો
Advertisement