Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની પાનોલી GIDC માં આવેલ પુષ્પા જે શાહની કંપનીમાં કામ દરમ્યાન JCB ચાલકે JCB રિવર્સ લેતા 7 મહિનાનાં બાળક ઉપર ટાયરો ફરી વળતાં બાળકનું મોત થયું.

Share

પાનોલી GIDC માં આવેલ મેમર્સ પુષ્પા જે શાહ નામની કંપનીમાં પ્લોટમાં માટી પુરાણનું કામ ચાલુ છે અને ત્યાં દાહોદનાં અસંખ્ય પરિવારો મજૂરીકામ કરી રહ્યા છે. જેમાં દાહોદનાં રહીશ મુકેશભાઇ બીલવાડાનું પરિવાર પણ કંપનીમાં ચાલતા કામમાં મજૂરીકામ કરે છે. જેમાં ગઇકાલે બપોરનાં સુમારે મુકેશભાઈનો સાળો તેના ભાણિયા ક્રિસકુમાર ઉં.7 મહિનાનો પ્લોટમાં રમાડી રહ્યો હતો ત્યારે ત્યાં માટી પુરાણ માટે JCB ચાલી રહ્યું હતું. JCB નાં ચાલક ઈલેશમોતીભા ડામોરનો કાનમાં ઇયરફોન લગાવીને JCB ચલાવી રહ્યો હતો. આ દરમ્યાન JCB રિવર્સ લેતા પાછળ 7 મહિનાનો ક્રિસકુમાર રમતો હતો અને તેના મામાએ JCB રિવર્સ નહીં લેવા બૂમો પાડી હતી પરંતુ JCB નો અવાજ અને ડ્રાઇવરે કાનમાં ઇયરફોન હોવાથી તેને નહીં સાંભળતા JCB નાં ટાયરો 7 મહિનાનાં ક્રિસ ઉપર ફરી વળીયા હતા. જેને લઈને તેનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે JCB ચાલક ઈલેશ ડામોર સામે ક્રિસકુમારનાં પિતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. જોકે JCB નો ચાલક ફરાર થઇ ગયો છે. જયારે JCB નાં ચાલકની ગંભીર બેદરકારીને પગલે 7 માસનાં બાળકનું મોત નીપજયું હતું.

Advertisement

Share

Related posts

વાપીની બેંકોમાં ગ્રાહકોને કાગળની ગડ્ડી પકડાવી છેતરતી મુથ્થુ ગેંગના 4 ઝડપાયા

ProudOfGujarat

ઝઘડીયા : મોહદ્દિષે આઝમ મિશન તરસાલી ને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર

ProudOfGujarat

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!