દિનેશભાઇ અડવાણી
પાનોલી જી.આઈ.ડી.સી.ની સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસની જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સી ની કેટલીક બેજવાબદાર કંપનીઓ વરસાદી વાતાવરણમાં હવા,પાણી સહિતના પ્રદુષણ ફેલાવવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બે દિવસથી પાનોલી જી.આઈ.ડી.સીમા વરસાદી વાતાવરણ વચ્ચે સનફાર્મા કંપની દ્વારા છુપી રીતે કેમિકલ યુક્ત પાણી બહારની બાજુએ છોડી મુક્યું હતું.જે કેમિકલ યુક્ત પાણીની જાણ ખરોડ ગામના રહીશોને થતા તેઓએ તાત્કાલિક સ્થળ પર આવી જઈ કેમિકલ યુક્ત પાણી અંગે જી.પી.સી.બી.ના અધિકારીને જાણ કરી હતી.જેને પગલે જી.પી.સી.બી ની ટીમ ત્વરિત સ્થળ પર દોડી આવી પાણીના નમુના લેવાની તજવીજ હાથ ધરી હતી. અવારનવાર હવા અને કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસના વિસ્તારોને પ્રદુષિત કરતા આવા બેજવાબદાર ઉદ્યોગો સામે જી.પી.સી.બી.ક્લોઝર નોટીસ ફટકારી તેઓ સામે કડક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.