ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં હાલ આગ અકસ્માતનાં બનાવોમાં વધારો થઈ રહયો છે ત્યારે પાનોલી જીઆઈડીસીમાં આવેલ એક બંધ કંપની શેડમાં મોટી સંખ્યામાં શંકાસ્પદ લાગતા બેરલોનો સંગ્રહ કરાયો હોવાની માહિતી જાગૃત નાગરિકને મળતા તે સ્થળે જોખમી લાગતા કેમિકલ બેરલોનો જથ્થો સંગ્રહ કરાયો હોવાનું અને સંગ્રહનાં સ્થાને નિયમ મુજબ કોઇ પણ જાતના સલામતીનાં સાધનો કે બોર્ડ પણ લગાવેલ ન હોય અને કંપની કે શેડનાં નામનું પણ કોઇ બોર્ડ લાગેલ ન હોવાથી જાગૃત નાગરિક દ્વારા આ શંકાસ્પદ બેરલોની તપાસ અને કાર્યવાહી કરવા નાયબ કલેકટર અંકલેશ્વરને કરવામાં આવતા નાયબ કલેકટર દ્વારા પુરવઠા વિભાગ અંકલેશ્વર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વરને તપાસ કરવાના આદેશો આપ્યા છે. હાલ પુરવઠા વિભાગની ટિમ દ્વારા શંકાસ્પદ કંપનીમાં તપાસ ચાલુ છે. જેણે કંપનીથી દુર ગેરકાયદેસર ગોડાઉન ભાડે રાખ્યું હતું. વધુ સાચી વિગત તપાસ પૂર્ણ થતાં મળશે. જીપીસીબી દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી અને મળેલ મંજુરી કરતા વધારે બેરલનો સ્ટોક જણાઈ આવેલ છે. વધુ વિગત માંગવામાં આવી છે. જીપીસીબી અને પુરવઠા વિભાગ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. કેમિકલનો જથ્થો સંગ્રહ કરાયેલ જગયાની સ્ટોરેજ પરવાનગી અન્ય કંપની જગ્યાની હોય તથા જથ્થો સ્ટોરેજની ક્ષમતા કેટલી સાથે જ આ કયું કેમીકલ અને કયાંથી લાવી સંગ્રહ કરાયો હતો વગેરેની આગળની તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પાનોલી જીઆઇડીસીમાં આવેલા શેડમાં શંકાસ્પદ કેમિકલ જથ્થાની જીપીસીબીએ તપાસ હાથ ધરી.
Advertisement