આર.એસ.પી.એલ કંપનીમાંથી ટ્રક કેમિકલ વેસ્ટ ખાલી કરવા આવતો હતો
ઉભેલી ટ્રકમાં જ અચાનક રાત્રીના સમયે આગ ભભૂકી
પ્રાથમિક તારણ માં એવું તથ્ય બહાર આવ્યું કે આગ વેસ્ટ કેમિકલમાં કેમિકલ રીએકશન થવાના કારણે લાગી હોય
પાનોલીની આર.એસ.પી.એલ કંપની બહાર કેમિકલ વેસ્ટ ઠાલવવા આવેલ ટ્રકમાં મોડી રાત્રીના આશરે ૧૨ વાગ્યાની આસપાસ આગ લાગવાથી દોડધામ મચી જવા પામી હતી. ઈન્ડસ્ટ્રીયઝમાંથી નીકળતા વેસ્ટ કેમિકલને રીસાઇકલ કરવા માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં ઉભેલી ટ્રકમાં એકાએક આગ લાગતા એક સમયે લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા.
ગુરુવાર તા. ૦૧-૦૨-૨૦૧૮ નાં રોજ મોડી રાત્રે ટ્રક કંપની બહાર ઉભી હતી. ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી. ટ્રકમાં કેમિકલ વેસ્ટ સળગવા લાગતા લોકોએ દોડી આવીને આગ પર પાણીનો છંટકાવ તો શરુ કર્યો હતો પરંતુ આગ નું પ્રમાણ ખુબ વધતા પાનોલી ફાયર સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે પાનોલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવીને કેમિકલ વેસ્ટ ભરેલી ટ્રકમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. જેના લીધે કોઈપણ જાનહાની થવા પામી ન હતી અને એવું માનવામાં આવે છે કે મોટી દુર્ઘટના બનતા પણ ટળી હતી. પરંતુ આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી ખબર પડેલ નથી. પરંતુ કંપનીના માણસોનું માનવું છે કે આગ વેસ્ટ કેમિકલમાં રિએકશન આવવાના કારણે લાગી હોઈ શકે ત્યારે સવાલ એ પણ ઉભો થાય છે કે જો એ ટ્રક ઉભી નાં હોત અને તેમાં આગ લાગી હોત તો કોઈને જાનહાની થવાની પણ શક્યતા રહેલ છે. હવે એ જોવું રહ્યું કે શું તથ્ય બહાર આવે છે ??