Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં મેડિકલ એસોશિએશન તેમજ હોમિયોપથી-આયુર્વેદિક ડૉકટર્સ એસોશિએશન સાથે બેઠક યોજતા જિલ્લા કલેકટરશ્રી.

Share

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જિલ્લાના ઇન્ડિયન મેડિકલ એસોશિએશન અને હોમિયોપેથીક-આયુર્વેદિક ડોકટર્સ એસોશિએશન સાથે કોરોના સંક્રમણથી સર્જાયેલી સ્થિતિ સંદર્ભે બેઠક કરી કોરોના સંક્રમણના કેસો વહેલી તકે ઓળખી કાઢવામાં જિલ્લા આરોગ્ય તંત્રને સહયોગ આપવા તેમજ જિલ્લામાં ઓપીડી સહિતની સુવિધાઓ નિયમિત કરવા અનુરોધ કર્યો હતો. તંત્ર કોરોનાના ચેપના કેસો વહેલી તકે ઓળખી કાઢવા અને એ રીતે ચેપ આગળ પ્રસરે તેવી શક્યતાઓને જ નાબૂદ કરવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે. તાવ, શરદી, કફ સહિત શ્વસનતંત્રના રોગોને લગતા કિસ્સામાં દર્દીઓ પ્રથમ તેમના ફેમિલી ડોકટર પાસે જતા હોવાથી તેમનો સહયોગ કોરોનાના સંભવિત દર્દીઓને વેળાસર ઓળખી કાઢવામાં અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેથી આ ડોકટર્સને આ પ્રકારના, કોરોનાના લક્ષણો સમાન લક્ષણો ધરાવતા કેસો આવે તો તેની ડો. ટેકો એપમાં ફરજિયાત એન્ટ્રી કરવા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. ટેકો એપની મદદથી આવા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરી તેમનું ફોલોઅપ લેવામાં, ટ્રેસ અને ટ્રેક કરવામાં તેમજ ચેપને ફેલાતો અટકાવવામાં ઘણી સહાયતા રહેશે તેમજ સંક્રમણ લાગવાના કિસ્સામાં શરૂઆતમાં જ તેનું નિદાન કરી શકાશે તેમ શ્રી અરોરાએ ઉમેર્યું હતુ. જિલ્લામાં અત્યારની સ્થિતિએ સંક્રમણનો એક કેસ નોંધાયો છે ત્યારે આપણી સજાગતા અને સક્રિયતાથી ચેપને હમણા જ કાબૂમાં લઈ લઈશું તો સ્થિતિ ગંભીર નહીં બને તેમ જણાવી જિલ્લામાં આ મહામારીને ફેલાતા રોકવામાં પ્રથમ હરોળના યોદ્ધાઓ તરીકે જિલ્લાના ડોક્ટર્સના સહયોગને તેમણે ચાવીરૂપ ગણાવ્યો હતો. તેમણે ડોક્ટર્સને રેસ્પેટરી (શ્વસનતંત્રને લગતા) ઈન્ફેક્શનને લગતા તમામ કેસોને ગંભીરતાથી લઈ તેનું રિપોર્ટિંગ કરવા તેમજ દર્દીઓને કોરોના સામે બચાવના પગલાઓ અંગે જાગૃત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, ઓપીડી સમયે દવાખાનામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના સલામતીના પગલાઓનું પાલન થાય તેમજ ડોક્ટર્સ પોતે પણ ગ્લોવ્ઝ, માસ્ક સહિતની સાવધાનીઓ ખાસ રાખે તેમ શ્રી અરોરાએ ઉમેર્યું હતું. લોકડાઉનના કારણે ઓપીડીની સુવિધાઓ અનિયમિત થઈ છે ત્યારે તેમણે ડોક્ટર્સને ઓપીડીની સુવિધા ચાલુ રહે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. ઓપીડી સહિતની મેડિકલ પ્રેક્ટિસમાં કોઈ પણ સમસ્યા આવે તો તેના સમાધાન અર્થે જિલ્લા તંત્રની તમામ પ્રકારની મદદની કલેક્ટરશ્રીએ ઉપસ્થિત ડોક્ટર્સને ખાતરી આપી હતી. બેઠકમાં એડીએચઓ ડો. જૈન દ્વારા ઉપસ્થિત સૌ ડોક્ટર્સને ડો.ટેકો એપના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ ડોક્ટર્સે જીલ્લા કલેક્ટરશ્રીને કોરોના સામેની લડાઈમાં તંત્રને વેન્ટિલેટર સહિતના સંસાધનો ઉપલબ્ધ કરાવવા સહિતના સહયોગની ખાતરી આપી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

25 રૂપિયામાં ત્રિરંગો, સેલ્ફી પોઈન્ટ : કેન્દ્ર કેવી રીતે દરેક ઘરમાં ત્રિરંગાને હિટ બનાવશે.

ProudOfGujarat

માર્કેટમાં તેજી : સેન્સેક્સ 740 પોઇન્ટના ઉછાળા સાથે 53450 પાર, નિફ્ટીના 50 શેર લીલા નિશાન પર.

ProudOfGujarat

માંગરોળ : પ્રા.આ.કેન્દ્ર વેરાકુઇ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!