Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ અને મહિસાગરમા ભારે વરસાદ, પાનમડેમ અને કડાણા ડેમમાથી પાણી છોડાતા મહી નદી બે કાંઠે

Share

ગુજરાતમા પાછલા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે.મહિસાગર અને પંચમહાલ જીલ્લામાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે.મહિસાગર જીલ્લાની વાત કરવામા આવે તો જીલ્લામાં આવેલી મહી નદી ઉપર કડાણા બંધ આવેલો છે.હાલમા બંધની ઉપરવાસમા પર ભારે વરસાદને પગલે સારી એવી આવક થતા ડેમ છલોછલ ભરાયો છે.ડેમમા ઉપરવાસમાં વરસાદથી ડેમમા ૧,૨૪,૫૭૫ લાખ ક્યુસેક નવા નીરની આવક થવા પામી છે.હાલ ડેમના ૫ ગેટ ખોલી નાખવામા આવ્યા છે.અને નદીમાં ૭૪,૬૨૩ હજાર કયુસેક પાણી નદીમા છોડવામા આવી રહ્યુ છે.મહી નદીમા પાણી છોડવામા આવતા નદી બે કાંઠે વહેવા માંડી છે.
કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડતા મહીસાગર નદી પર આવેલ હાડોદ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેથી હાલ પુલ પરથી પાંચ ફૂટ જેટલું પાણી વહી રહ્યું છે અને ગાંધીનગર અમદાવાદ સાથેનો વાહન વ્યવહાર ખોરવાયો છે. તેમજ લુણાવાડા તાલુકાના સલવાળા, ચારણગામ, વરધરી, ઉંદરા, લાલસર અને ધામોદ સહિતના ગામોનો સંપર્ક તાલુકા મથક સાથે ખોરવાયો છે.
પંચમહાલમા પાનમડેમમાથી પણ
પાણી છોડવામા આવી રહ્યુ છે.ઉપરવાસમા વરસાદને પગલે ડેમના ચાર દરવાજા હાલ ખોલવામા આવ્યા છે,પાનમડેમની સપાટી ૧૨૭.૨૧ નોંધાઇ છે.
નદીમા છોડવામા આવી રહેલુ પાણી મહી નદીમા ઠલવાય છે.તેના પગલે પણ મહી નદીમાં પાણીનો ભારે પ્રવાહ સાથે બે કાંઠે વહી રહી છે. ખેડા જીલ્લામાં આવેલો વણાક બોરી ડેમ પણ ઓવર ફ્લો થવા માડ્યો છે.
જિલ્લાના વણાકબોરી ડેમમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ગળતેશ્વરમાં વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો મહીસાગર નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે પુલ પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
વરસાદને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : એસ.ટી બસોની અનિયમિતતા તેમજ પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓને પડતી તકલીફને ધ્યાનમાં રાખી NSUI દ્વારા ડેપો મેનેજરને રજૂઆત.

ProudOfGujarat

લીંબડીના મોટાટીંબલા ગામે સેવાસેતુ યોજાયો જેમાં અલગ અલગ અરજીનો નિકાલ થયો

ProudOfGujarat

ભરૂચનાં કસક ગરનાળામાં ટેમ્પો ફસાતાં ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!