ગોધરા: પંચમહાલ જીલ્લા કોંગ્રેસ અને શિવસેનાએ પ્રેટ્રોલડીઝલના ભાવઘટાડાની કરી આકરી ટીકા
ગોધરા,
પ્રેટોલ-ડીઝલના ભાવઘટાડાની જાહેરાત ચર્ચાસ્પદ બની રહી હતી. સામાન્ય જનતા ભાવઘટાડાની રાહ જોઈ રહી હતી પણ તેમની આશા ઉપર પાણી ફરી વળ્યુ હતું. સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમા માત્ર ૧ પૈસાના ઘટાડાને પંચમહાલ જીલ્લાના રાજકીય વતુર્ળોએ વખોડી કાઢ્યો હતો પંચમહાલ જીલ્લા કોગ્રેસ અને શિવસેના દ્વારા એક પૈસાના ઘટાડાને આમ જનતાની મજાક ગણાવ્યો હતો.
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ અજીતસિંહ ભટ્ટીએ PoG.com સાથેની વાતચીતમા જણાવ્યુ કે ” કેન્દ્રની એનડીએ સરકાર જે પ્રેટોલનો ભાવ ઘટાડો કર્યો છે. જેમા ફકત એક પૈસાનો ઘટાડો કરીને ફક્ત મજાક કરી છે. આંતરરાષ્ટ્રિયસ્તરે જ્યારે ફુડઓઈલના ભાવો નીચા છે. સરકારનુ મનોબળ મજબુત હોય તો સરકાર ૪૫ થી ૪૫ રૂપિયા ભાવ ઘટાડી શકે છે. પરંતુપ્રજાના પૈસાનોબેફામ ગેરઉપયોગકરીને પોતાની વાહવાહ બતાવા માટે સામાન્યપ્રજા અને ગરીબ સહીત તમામ વર્ગ માટે આ ભાવઘટાડો કરે તે નિંદનીય અને મજાક સમાન છે.’’ પંચમહાલ મહિસાગર શિવસેના પ્રમુખ લાલાભાઈ ગઢવીએ PoG.com સાથેની વાતચીતમા જણાવ્યુ કે ” પેટ્રોલ ડીઝલનાભાવ વધારાની આગથી આખો દેશ સળગી રહ્યો છે. રોજેરોજ ભાવ વધારો કરવામા આવે છે. ત્યારે સરકાર એક પૈસાનો વધારો કરીને દેશવાસીઓની ભાવનાસાથે ખિલવાડ કરી રહી છે. દેશની જનતા સાથે મજાક કરવામા આવી છે. આવી રીતે સરકાર અચ્છે દિન આપવાની હતી ? તેવા પણ સવાલો સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.’’