પંચમહાલ રાજુ સોલંકી
પાવાગઢ યાત્રાધામ માં થયેલ સમારકામ અને રીનોવેશન ના કામ બાબતે સો કરોડ રૂપિયાની ઉપરના કામ બાબતે થયેલ કોભાંડ અને ભ્રષ્ટાચાર બાબતની અંતે વિજીલન્સ તપાસ અને એન્ટીકરપ્શન એસીબી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે તે સમય દરમ્યાન પંચમહાલ ગોધરા માર્ગ અને મકાન વિભાગ માં ફરજ બજાવી ચૂકેલા કાર્યપાલક ઇજનેર નિખિલ ભટ્ટ (એન સી ભટ્ટ) પોતે કરાર આધારિત કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે અને હજી આટલું મોટું કૌભાંડ કર્યા બાદ પોતે ફરીથી કાર્યપાલક ઈજનેરને માર્ગ અને મકાન વિભાગ ગોધરા કરાર આધારિત કાર્યભાર સંભાળવા માગે છે આ કાર્યપાલક ઇજનેર એ છેલ્લા પાંચ થી સાત વર્ષમાં ગોધરા પંચમહાલ હાલોલ માં કરોડો રૂપિયાનો બેફામ ભ્રષ્ટાચાર આચરે છે આ બાબતે લાંચરૂશ્વત વિરોધી તેમજ વિજીલન્સ તપાસ ચાલુ હોવા છતાં આ ભ્રષ્ટાચારી અને કૌભાંડી કાર્યપાલક ઈજનેરને ફરીથી કરાર આધારિત કાર્યપાલક ઇજનેર તરીકે નિમણૂંક આપવા માટે તેમના પોતાના ગાંધીનગરમાં બેઠેલા એજન્ટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આંખો પણ એની તપાસ ચાલુ હોવા છતાં ફરીથી કરાર આધારિત નિમણૂક આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે પાવાગઢ યાત્રાધામ વિકાસ બોર્ડના અંદાજે ૧૧૦ કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે તે ગ્રાન્ટ ગોધરા પંચમહાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેનો સંપૂર્ણપણે ખર્ચ કરવામાં આવી રહ્યો છે અને તેના એન્જિનિયર તરીકે ગોધરા પંચમહાલ માર્ગ અને મકાન વિભાગ કાર્યભાર સંભાળી રહ્યો છે આ કામની તમામ જવાબદારી કાર્યપાલક ઇજનેર કે જેવો કરાર આધારિત ફરજ બજાવે છે નિખિલ ભટ્ટ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર અને અધિક મદદનીશ ઇજનેર દ્વારા હાલોલ સબ ડિવિઝન ના નજર હેઠળ આ આખું કૌભાંડ આચરવામાં આવેલ છે હજુ સુધી આ બાબતે ગંભીરતાથી તપાસ ચલાવવામાં આવી રહેલ નથી અને આ તપાસને એનકેન પ્રકારે દર્શાવવામાં આવી રહી છે.
નવાઈની વાત તો એ છે કે કરાર આધારિત કાર્ય પાલક ઇજનેર નિખિલ ભટ્ટ પાવાગઢ યાત્રા ધામ ના ટ્રસ્ટી પરેશ કિસ્મત ભાઈ પટેલ આને કોન્ટ્રાક્ટર પરેશ પટેલના પિતા ચુનીલાલ પટેલ બધા જ એક જ જિલ્લાના રહેવાસી હોવાથી પૂર્વ આયોજિત કાવતરું રચીને આ કોન્ટ્રાક્ટ ટ્રસ્ટીના પિતાને આપવામાં આવેલો છે અને અમુક ટ્રસ્ટીઓની સંડોવણી પ્રથમ દ્રષ્ટિએ જ બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
પાવાગઢ યાત્રાધામ વિકાસ બોર્ડના કોન્ટ્રાક્ટર દ્વારા અનેક પ્રકારની કાનમાં ક્ષતિઓ રાખવામાં આવેલ હોવા છતાં આંખો બંને હજુ સરકાર દ્વારા પણ બહાર પાડવામાં આવેલ નથી અને દિવસે ને દિવસે આંખો પણ ને દબાવવામાં આવી રહ્યું છે કૌભાંડી પિતા-પુત્રને એટલે કે પરેશ પટેલ અને પરેશ પટેલના પિતા દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચના અને બાપ બેટા દ્વારા રોયલ્ટી ચોરી પણ અનેક વખત કરવામાં આવેલી છે ગેરકાયદેસર રીતે રોપવે ચાલુ રોપવે તૂટી ગયેલ હોવા છતાં તેમના વિરુદ્ધ એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ કોન્ટ્રાક્ટર અને ટ્રસ્ટી ની આટલી મોટી ધાક હોવાથી અધિકારીઓ પણ કાર્યવાહી કરતા ડરે છે આ માથાભારે કોન્ટ્રાક્ટર વિરોધમાં ક્યારે કાર્ય થશે તેની હવે રાહ જોવાઈ રહી છે અને હવે ત્યારબાદ નિવૃત્ત થયેલા કાર્યપાલક ઇજનેર કે જેવો ભ્રષ્ટાચારથી ખદબદતી રહ્યા છે અને તેમના વિરુદ્ધ માં એસીબીમાં તપાસ ચાલે છે અને વિજીલન્સ પણ તપાસ ચલાવી રહી છે એમ છતાં શું એમને ફરીથી કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે કે કેમ તેની હવે રાહ જોવાઈ રહી છે.