આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જીલ્લામાં આવેલા વિવિધ શિવાલયોમાં ભકતોનું ઘોડાપુર ઉમટ્યુ હતું, શહેરા તાલુકાના પાલીંખંડા ગામે મરૂડેશ્વર મહાદેવનુ પૌરાણિક મંદિર આવેલુ છે. આ શિવાલયની વિશેષતા તેનુ આઠ ફૂટ જેટલી ઉચાઇ ધરાવતુ સ્વંભુ શિવલીંગ છે. આ શિવલીંગ મરડ પથ્થરોમાંથી બનેલુ હોવાથી તેનું નામ મરડેશ્વર પડયું હોવાનુ માનવામા આવે છે. જે એક ચમત્કારથી કમ નથી. આ શિવલીંગ ચોખાના દાણા જેટલુ વધતુ હોવાની લોકવાયકા જોડાયેલી છે. શ્રાવણમાસની શરૂઆતની સાથે જોગાનુજોગ પ્રથમ સોમવાર હોવાથી સવારથી જ શિવ ભક્તોએ મરડેશ્વર દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
સાથે કોરોના દુનિયામાંથી સંર્પુણ નાબૂદ થાય તેવી પ્રાર્થના કરવાની સાથે હરહર મહાદેવ અને ૐ નમ:શિવાયના નારાઓની મંદિર પરિસર ગૂંજી ઉઠ્યુ હતુ. હાલ કોરોના ગાઈડલાઈનને લઇને મંદિર શિવલીંગ ઊપર ફુલ, દુધ, જળનો અભિષેક કરવા પર પ્રતિબંધ લગાવામા આવ્યો હતો. શહેરાના ગ્રામીણ વિસ્તાર ઉપરાંત, મહિસાગર અને દાહોદ જીલ્લા સહિત શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલના જાણીતા મરડેશ્વર મહાદેવ સહિતના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા.
Advertisement