ગોધરા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ છારીયા ગામે કોરોના માહોલ વચ્ચે ધોમધખતા તાપમાં પાણીની મહામારી શરૂ થઈ છે. વર્ષ ૨૦૦૯-૧૦ માં સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલ પાણીના સંગ્રહની ટાંકી હાલમાં શોભાના ગાંઠીયા સમાન બંધ અવસ્થામાં જોવા મળી રહી છે. ઉનાળાની શરૂઆત સાથે જ ગોધરા તાલુકાનાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ છારીયા ગામે પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે ગામના લોકોએ પાણી માટે વલખાં મારવા પડે છે. વર્ષ ૨૦૦૯ – ૧૦ માં સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે અને છારીયા ગામના લોકોને પાણીની સુવિધા મળી રહે તે હેતુસર ગામમાં પાણીના સંગ્રહ માટે ટાંકી બનાવવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી ગામના લોકોને પીવાનું પાણીનો પુરવઠા મળતો નથી જેથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનનાં સમય દરમિયાન ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ઉદભવવા લાગી છે. ગોધરા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ છારીયા ગામે ગ્રામજનોને પીવાનું પાણી મળી રહે તે આશયથી વર્ષ ૨૦૦૯ – ૧૦ માં સુજલામ સુફલામ યોજના હેઠળ પાણીના સંગ્રહ માટે ટાંકી બાંધવામાં આવી હતી. જે હાલમાં બંધ અવસ્થામાં જોવા મળી રહી છે જેથી ગામ લોકોને પીવાના પાણી માટે હાલકી ભોગવવી પડે છે. ઉનાળાની કાળઝાળ ગરમીની સીઝનમાં તાપમાનનો પારો ઉચ્ચો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની સ્થિતિ હાલ કફોડી બની છે ત્યારે છારીયા ગામમાં ૨૦૦૯ -૧૦ માં સુજલામ સુફલામ યોજના હેઠળ બનાવેલ પાણીના સંગ્રહની ટાંકી હાલમાં બંધ અવસ્થામાં જોવા મળી રહી છે જેથી ગ્રામજનોની હાલત પીવાના પાણી માટે અત્યંત દયનીય બની છે ત્યારે કોરોનાની મહામારી અને લોકડાઉન સ્થિતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ઉનાળામાં પીવાના પાણી માટે કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે દરેક જિલ્લામાં કલેકટર જાતે દરેક ગામ અને શહેરોમાં પીવાના પાણીની સ્થિતિની દેખરેખ કરે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ : સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી ઉનાળામાં બની રહી છે શોભાના ગાઠીયા સમાન.
Advertisement