પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની પાદરડી ગ્રામ પંચાયત સસ્તાદરે ઇન્ટરનેટ વાઇફાઇ સેવા પુરી પાડે છે.
વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ)
આજનો યુગ ઈન્ટરનેટ યુગ છે. સ્માર્ટ મોબાઈલ વગર આજે ચાલતુ નથી ત્યારે એક બાજુ ઈન્ટરનેટ સેવાઓ પુરી પાડતી કંપનીઓ પણ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ઓફરો લાવે છે. ત્યારે પંચમહાલ જીલ્લાનું શહેરા તાલુકાનું એક એવુ ગામ છે કે જ્યા યુવાનોને સાવ સસ્તાદરે ઈન્ટરનેટ સેવા ગ્રામ પંચાયત દ્વારા પુરી પડાવામા આવે છે. જેનો લાભ ગામના યુવાનો ઓનલાઈન ફોર્મ ભરવા તેંમજ સ્પર્ધાત્મક પરિક્ષા માટે કરી રહ્યા છે. વધુમા ઈન્ટરનેટના જોડાણ થકી દુનિયા સાથે પણ જોડાયેલા રહે છે.
કહેવાય છે કે સાચુ ભારત ગામડામા રહે છે જો ગામડાનો વિકાસ થાય ત્યારે જ દેશનો વિકાસ થાય છે.ગુજરાતમા પણ હવે ગામડાઓમા પ્રગતિને પંથે જઈ રહ્યા છે. આજનો યુગ મોબાઈલ યુગ છે. ત્યારે તેનાથકી આખી દુનિયામાં જાણે આગળીના ટેરવે આવી જાય છે. ઈન્ટરનેટ સેવાઓ પુરી પાડતી કપંનીઓ પોતપોતાના ગ્રાહકોને આકર્ષવા માટે અનવની સ્કિમો બહારપાડીને ગ્રાહકોને આર્કષવાનો પ્રયત્ન કરે છે. ત્યારે શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયતે સસ્તા દરે ઈન્ટરનેટ વાઇફાઈ સેવા પુરી પાડી ડીઝીટલ ઇન્ડીયા નુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.ભારત સરકારના ડીઝીટલ ઈન્ડીયા ના પ્રયાસને સાકાર કરતુ પંચમહાલ જીલ્લાનું શહેરા તાલુકાનું પાદરડી ગામ ૫૦૦૦ લોકોની વસ્તી ધરાવે છે.સાથે અનેક સુવિધાઓથી સજજ છે.ત્યારે સસ્તાદરે ઈન્ટરનેટ સેવા પુરી પાડીને ડીઝીટલ વિલેજ તરીકે નું નામ રોશન કર્યું છે તેમ કહીએ તો નવાઈ નહી.પાદરડી ગ્રામ પંચાયત દ્વારા ઈન્ટરનેટ સેવા મળી રહે તે માટે વિવિધ જગ્યાઓ ઉપર વાઈફાઈ સ્પોટ લગાવામા આવ્યા છે. ગામના યુવાનોને આસુવિધાનો લાભ મેળવવા માટે માત્ર ૫૦ રૂપિયાના દરે એક કુપન ગ્રામપંચાયત કાર્યાલયમાંથી ખરીદવાની રહે છે. અને તેનોમોબાઈલમા કોડ નાખવાનો હોય છે. ત્યારબાદ વાઈફાઈ શરુ કરવાથી એક મહિના સુધી અનલીમિટેડઈન્ટરનેટની સેવા ચાર એમબીપીએસ સાથે સ્પીડ સાથે મળી રહે છે. ઈન્ટરનેટ સેવા શરુ કરનારૂ શહેરાતાલુકાનું ગામ પાદરડી બન્યુંપહેલુછે. પાદરડી ગામમા ઈન્ટરનેટવાઈફાઈ સેવા આપવામા આવે છે તેના લઈને ખાસ કરીને ગામના યુવાનોંમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે મોબાઈલ કંપનીઓ દ્વારા જે રૂપિયામા ઈન્ટરનેટ સેવા આપવામા આવે છે. તેના કરતા સસ્તાદરે ગામમાં સેવા મળી રહે છે. આમ સાચા અર્થમા પાદરડી ગ્રામ પંચાયત ડીઝીટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરી ડીઝીટલ વિલેજ બન્યું છે.