પાનમ અને સંતમાતરોના જંગલમાં શુ વાઘ તેના પરિવાર સાથે રહે છે? અનેક લોકચર્ચાઓ
પંચમહાલ, રાજુ સોલંકી
મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામમાં શિક્ષક દ્વારા વાઘ દેખાવાની ઘટના બાદ ગુજરાતમાં વાઘ હોવાનુ સાબિત થયુ છે,ત્યારબાદ નાઇટવીઝન કેમેરામાં આ વાઘ સંતરામપુર ના જંગલોમા દેખાયો હતો.ત્યારબાદ શહેરા તાલુકાના પાનમડેમ પાસે આવેલા છેવાડાના કોઠા ગામમાં વાઘ એક ગોવાળને જોવા મળ્યો હતો.પછી ગતરોજ
શહેરાના બોરીયાના જંગલમા જોવા મળ્યો હોવાનો દાવો એક ગોવાળ દ્વારા કરવામાં આવ્યો હતો.અને બકરીઓના પર હુમલો કર્યો હતો.અને બકરીઓને શિકાર પણ બનાવી હતી.વાઘનેજોતા ગોવાળ પોતે ઝાડ પર ચઢી ગયો હોવાનો દાવો પણ કર્યો હતો.આમ મહિસાગર અને પંચમહાલમાં કુલ ચાર વખત વાઘ દેખાવાની ઘટનાઓ બની છે.ગતરોજ જે બોરીયાના જંગલમાં વાઘ દેખાયો તેની સાથે બચ્ચા હોવાનુ પણ ગોવાળે જણાવ્યુ હતુ.બની શકે કે આ વાઘણ હોવાની શકયતા નકારી શકાય તેમ નથીજ! અહી વાઘનો પરિવાર રહે છે.? એવા સવાલોને પણ નકારી શકાય તેમ નથી.