Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અખબારોમા લોનની લોભામણી જાહેરાતો આપીને છેતરપીંડી કરતા પતિ-પત્ની ને પકડી પાડતી પંચમહાલ સાયબર પોલીસ

Share

પંચમહાલ, દાહોદ, પાટણ તથા ગુજરાત રાજયના જુદા- જુદા જીલ્લાઓના ગામો/ શહેરનાજરૂરીયાતમંદ લોકોને પર્સનલ લોન, હોમ લોન, ખેતી ધીરાણ લોન, પશુપાલન લોન એગ્રીર્લ્ચરલોન, એજયુકેશન લોન, પેન્સન લોન, અખબારોમાં ખોટી જાહેરાત આપી છેતરપીડી આચરનાર દંપતીની ધરપકડ કર્રી લોન આપવાના બહાને લાખો રૂપીયાની છેતરપીડીના ગુન્હાઓનો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પર્દાફાશ કરવામા આવ્યો છે.
મળતી વિગતો અનૂસાર પંચમહાલ- ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનનરીક્ષકએમ.એસ.ભરાડા સાહેબ નાઓના માગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનાના પો.ઇન્સ. જે.એન.પરમાર સાહેબ,પો.ઇન્સ.એચ.એન.પટેલ, પો.સ.ઇ. બી.આર.ક્રિશ્ચિયન ,આ.પો.કો.નરેશભાઈ કાળાભાઇ, અ.પો.કો.અનલભાઇ બાલુભાઇ તથા સાયબર ક્રાઇમ ટીમના પોલીસ માણસો એ રીતેના પર્શનલ લોન આપવાના નામે આંગડીયામાં નાંણા ભરાવી છેતરીપીંડી કરનાર ઇસમો સામે નોંધાયેલ અરજી/ ગુન્હાના કામે લોકોને વિવિધ પ્રકારની લોન માટે વાતચીત કરવા માટે પેપરમાં આપેલ મોબાઇલ નંબરના ની ટેકનીકલ એનાલીસીસ કરતાં જાણવા મળેલ કે, સદર મોબાઇલ
ફોનનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની લોન આપવાનું કૌભાંડ કરનાર વડોદરા ખાતે રહેતાં હોવાનું જણાઇ આવેલ હતુ.અને ટેકનીકલી એનાલીસીસ રક્ષાબેન મિતેશકુમાર રહે.વડોદરા તથા
મિતેષકુમાર ઉર્ફે મલ્કેશ કનૈયાલાલ વડોદરા નાઓની તપાસ કરતાં મળી આવેલ હતા તેઓની પુછપરછ કરતાં જણાવેલ છે કે એક વર્ષ અગાઉ પેપરમાં વિવિધ પ્રકારની લોન મેળવવા માટે સંપર્ક નંબરની જાહેરાત આપતાં હતા. જે લોકો લોન મેળવવા માટે ઉપરોકત નંબરો ઉપર ફોન કરતાંતેઓને પોતાના નામ ચીરાગ સોની, નીશા પટેલ તથા અનીતા ગુપ્તા જેવા નામ જણાવી અને બેન્ક લોન વિભાગમાંથી બોલુ છુ, તેમ કહી વિશ્વાસમાં લઇ વોટસએપથી ભોગ બનનાર પાસેથી ડોકયુમેન્ટ મંગાવી, પોતાના ઘરે લેપટોપમાં ડાઉન લોડ કરી લેતા, ત્યારબાદ ભોગ બનનારને લોન એપ્રુવ્ડ થયા બાબતે જે બેંકમાંથી લોન મેળવવા માગતાં હોય. તે બેંકના નામનો ખોટો લોન મંજુર થયા બાબતેનો સેન્સન લેટર તૈયાર ભોગ બનનારના વોટસએપ ઉપર મોકલી આપતા હતા. તેપછી બંને ભેગા મળી મોબાઇલમાંથી બેંકના નામે બલ્ક મેસેજ છોડી લોન મંજર થઇ ગયેલ છે.
તમારો ચેક તમારા નજીકના સ્થળે આવેલ ત કુરીયરમાં મોકલી આપેલ છે. ત્યાંથી મેળવી લેવાકહેતા અનેપહેલા પોતાની પ્રોસેસીંગ ફી આંગડીયામાં જમા કરાડાવતાં હતા. જેનાંણા આંગડીયામાંથી મિતેશકુમાર નાઓ ચીરાગ સોની નામે મંગાવતો અને જાતે જઇ રોકડ લઇ લેતા હતો. ત્યારબાદ ભોગ બનનારનેપોતાના બેંક એકાઉન્ટ ચેક જમા કરાવવા કહેતા હતા અને જયારે તેઓના ચેક બાઉન્સ થતાં અને અમોને ફોન કરતાં ત્યારે બેંકમાં કોઇ પ્રોબ્લેમ હોય તે કલીયર થતાં બેંક તમારા ખાતામાં લોન જમા કરાવી દેશે ખાત્રી આપતા હતા. આ ઉપરાંત પકડાયેલ દંપતિ એ ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ નવનવધ લોનઆપવાના બહાને બેંકના નામે ખોટા પુરાવા બનાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલાની હકીકત જણાઇ આવે છે.

રાજુ સોલંકી :- પંચમહાલ

Advertisement

Share

Related posts

પંચમહાલમા દારુની હેરાફેરીનો અનોખો કીમીયો,માર્શલગાડીમાં ખાનુ બનાવી છુપાવેલો વિદેશી દારુનો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

ProudOfGujarat

એક જ પાર્ટી ભાજપાના બે દિગ્ગજો પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને.

ProudOfGujarat

ફિટ ઇન્ડિયા” સૂત્રને ચરિતાર્થ કરવાના ઉમદા આશયે રાજપીપલામાં સાયક્લોન યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!