પંચમહાલ રાજુ સોલંકી
સંત નિરંકારી મિશન કોઈ પ્રચલિત ધર્મ કે સંપ્રદાય નથી પરંતુ એક આધ્યાત્મિક વિચારધારા છે.
પીપલોદ સંત નિરંકારી મિશન નિરાકાર પ્રભુની જાણકારી પ્રાપ્ત કર્યા પછી ભક્તિ કરતા કરતા મર્યાદિત જીવન જીવવાની એક પદ્ધતિ છે.
આ મિશન પરમપિતા પરમાત્માના ઘટ- ઘટ દર્શન કરાવીને વિશ્વ બંધુત્વ ની સ્થાપના કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ દ્રશ્યમા જગતને બનાવનાર, ચલાવનાર અને સંહાર કરનાર નિરાકાર પરબ્રહ્મ જ છે.અને તે જાણવા યોગ્ય છે.
સંત નિરંકારી મિશન એ નિશ્ચિત મત ધરાવે છે કે બ્રહ્માનું ભુતિમાં જ મનુષ્ય યોની ની સાર્થક કરતા છે.
પરમ સત્ય પરબ્રહ્મ નિરાકાર નું જ્ઞાન પ્રદાન કરનાર વિભૂતિને સદગુરૂના નામથી સંબોધીએ છે. જે વ્યક્તિ નિરંકાર ના કણકણમાં દર્શન કરી, નિરંકાર ના સુમિરણ માં સત્યના જ્ઞાતાઓની સંગતમાં અને પ્રાણીમાત્રની સેવામાં તલ્લીન રહે છે’ તે વ્યક્તિ ને નિરંકારી કહીએ છે.
નિરંકારી મિશન નો આ પ્રચાર ઈ.સ. 1929 માં બાબા બુટાસિંહ જી એ પેશાવર થી પ્રારંભ કર્યો.
ઇ.સ. 1943 મા મિશન ના પ્રચાર-પ્રસારનું ઉત્તરદાયિત્વ બાબા બુટાસિંહ જી એ તેમના અનન્ય ભક્ત તથા પરમ શિષ્ય બાબા અવતારસિંહ ને સોંપ્યુ.
ઇ.સ. 1962 મા બાબા અવતારસિંહ જી એ આ સત્યના પ્રચારનું દુકાન બાબા ગુરુબચ્ચન સિંહજી ને સોંપ્યું ઇ.સ. 1980 મા બાબા ગુરુબચનસિંહજી બલિદાન પછી સદગુરુ બાબા હરદેવસિંહજી આ ઈશ્વર્ય જવાબદારીને સ્વીકારી. 13 મે 2016. ના રોજ બાબા હરદેવસિંહ જી ના આકસ્મિક બ્રહ્મલીન થયા પછી.
2016. મા સદગુરુ માતા સવિદર હરદેવ જી એ આ ઈશ્વર્ય જવાબદારીને સંભાળી. 2018. સદગુરુ માતા સવિદર હરદેવ જી એ સ્વયં પોતાની હાજરીમાં આં ઈશ્વર્ય જવાબદારી સતગુરુ માતા સુદીક્ષા જે મહારાજને સોપી ને વર્તમાનમાં આ જવાબદારી નિભાવી રહ્યા છે.
સંત નિરંકારી મિશન માન્યતામાં વિશ્વાસ રાખે છે કે નિરાકાર પરબ્રહ્મ સૃષ્ટિના કણકણમાં વ્યાપ તો છે સાથે સાથે સંપૂર્ણ દ્રશ્યમાન જગતથી નિરાળા પણ છે. સંપૂર્ણ દશ્યમાન સૃષ્ટિ પરિવર્તનશીલ છે આ પ્રકારે જગત સ્થાયી સ્થિર અને એક રસ નથી.
આ પંચ ભૌતિક સૃષ્ટિ પરિવર્તનશીલ હોવા છતાં જે અસ્તિત્વ સદેવ સ્થાયી સ્થિર અને એક રસ છે, એ જ નિરાકાર પરબ્રહ્મ છે. પરમાત્મા નિરાકાર હોવા છતાં અનુભૂતિ અનુભૂતિગમ્ય છે જાણવા યોગ્ય છે વાસ્તવમાં નિરાકાર પરમાત્માની જાણકારી એજ માનવજીવનનો મુખ્ય ઉદ્દેશ છે.