પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ઠરેઠરે નાનીમોટી દુકાનોએ પ્લાસ્ટિકની હલ્કી કક્ષાની થેલી ઓમાં વપેલો કરવામાં આવે છે ત્યારે ગોધરા નગરમાં સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા વેપારીઓ લારીઓ ગલ્લાઓ ઉપર મીઠી નજરે પ્લાસ્ટિકનું વેચાણ થતા અટકાવવાના બદલે પ્લાસ્ટિકની થેલી ઓમાં ચા લઈ જઈ ને પ્લાસ્ટીકના કપમાં અધિકારીઓ ચુસ્કી મારી રહ્યાં છે આ બાબતે કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી. નગરમાં પર્યાવરણ પ્રેમીઓએ તંત્રની સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગોધરાના વેપારીઓ અને લારી ગલ્લાવાળા ઓ બેફામ બનીને ગોધરામાં પ્લાસ્ટીકનું વેચાણ કરી રહ્યા છે આ પ્લાસ્ટિક વેચાણ કરનાર વેપારી ઓને કાયદાનો ડર રહ્યો નથી ખુલ્લેઆમ ગોધરા શહેર માં પ્લાસ્ટીકનું વેચાણ થઈ રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈજ પગલાં લેવામાં આવતા નથી જેનાં કારણે પ્રદૂષણ અને મૂંગા પશુઓ જીવ જોખમાઈ છે ગોધરા શહેરમાં તંત્રની રહેમનજર હેઠળ પ્લાસ્ટીકનું વેચાણ થઈ રહ્યું છે લોકચર્ચા મુજબ તંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલ શાકભાજી ના માર્કેટમાં આવેલી લારી ગલ્લાઓ અને દુકાનો માં રેડ પાડવામાં આવે તો ખૂબજ મોટી સંખ્યામાં પ્લાસ્ટીકનો જથ્થો મળી શકે તેમ છે હવે દેખવાનું રહ્યું ગોધરામાં લાગતા વળગતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? તે પણ એક પ્રશ્ન બન્યો છે.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ છતાંય તંત્ર દ્વારા કાર્યવાહી નહી.
Advertisement