પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં વરસાદની મોસમ બાદ વાતાવરણમાં બપોરના સુમારે ગરમીનો અહેસાસ જિલ્લા વાસીઓ થઈ રહ્યો છે તેના કારણે બેવડી ઋતુ નો અનુભવ નો અહેસાસ થાય છે અને વાતાવરણમાં અચાનક ફેરફાર ની સીધી અસરને કારણે તાવ ઉધરસ શરદી ખાંસી જેવી બીમારીઓ ઉભી થવા પામી છે જેના કારણે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકાના દવાખાના ઓમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ગોધરા શહેરમાં વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ની સમસ્યાઓ દર વર્ષે ઉભી થાય છે ખાબોચિયામાં પાણી ભરાઈ જવાના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે મેલેરિયા ડેગ્યું સ્વાનફલુ જેવી બીમારીઓ ફેલાઈ શકે છે તે માટે તંત્ર દ્વારા આવા ખાબોચિયાઓમાં પાણી નો ભરાવો ન થાય તે માટે ના તકેદારી ના પગલા લેવાની ગોધરા નગરના રહીશો ની માંગ ઉઠવા પામી છે હાલ તો દર્દીઓનો ઘસારા ઓને કારણે ડોક્ટરો ને ઘીકેળા થઈ રહ્યાં છે.
છૂટાછવાયા વરસાદબાદ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં બેવડી ઋતુના કારણે શરદી, તાવ, ખાંસી તાવનો વાવર
Advertisement