પંચમહાલ ખાતે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની જિલ્લામાં ગત મોડી રાત્રિથી ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી..ધોધમાર વરસાદ ના પગલે ઠેરઠેર પાણી ભરાવવા ના દ્રઢયો સર્જાયા હતા..ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા 1 કલાક થી ધોધમાર વરસાદ પડતો જોવા મળ્યો હતો..તેમજ ગોધરાના નીચાણ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું..જ્યારે ગોધરાની વલ્લભપાર્ક સોસાયટીમાંતો ઘરોમાં પાણી ઘુસ્યા હોવાની તસ્વીરો સામે આવી હતી…. આમ લાંબા વિરામ બાદ વરસેલા વરસાદે પંચમહાલ માં પાણી પાણી કર્યું હતું………
Advertisement