Proud of Gujarat
FeaturedGujaratINDIASportWorld

શહેરા તાલુકાના દિવ્યાંગ ખેલાડીએ દુબઈમાં જીત્યો ગોલ્ડમેડલ…

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના એક દિવ્યાંગ ખેલાડી રાજેશ પગીએ પંચમહાલ જિલ્લાની સાથે સાથે દેશનું ગૌરવ વધાર્યું છે.આ દિવ્યાંગ ખેલાડી રાજેશ પગીએ દુબઈના આબુધાબી ખાતે યોજાયેલી સ્પેશ્યલ ઓલમ્પિકની હેન્ડબોલ સ્પર્ધામાં ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું છે.

Advertisement

શહેરા તાલુકાના ભોટવા ગામના દિવ્યાંગ રાજેશપગીએ તાલુકા જ નહી પણ જીલ્લાનુ નામ રોશન કરી બતાવ્યુછે. રાજેશના માતા-પિતા ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. દાહોદ ખાતે આવેલી બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ દિવ્યાંગો માટે કામ કરતી એક સંસ્થા છે.તેમા ફરજ બજાવતા શિક્ષક કનુ સકસેનાએ દિવ્યાંગ ખેલાડી રાજેશને શોધી કાઢ્યો અને તેની હેન્ડ બોલની રમત-ગમત પ્રત્યેની ખેલદિલીને જોઈને તેને તાલીમ આપવામાં આવી હતી.દુબઈના અબુધાબી ખાતે દિવ્યાંગો માટે વર્લ્ડ સમર ગેમ્સ સ્પેશ્યલ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજેશનની પસંદગી કરવામાં આવી હતી. આ ગેમમાં 192 દેશના 7500થી સૌથી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લામાંથી રાજેશ પગીની પસંદગી કરવામાં આવી હતી. તેમાં તેણે પોતાનું શ્રેષ્ઠ દેખાવ કરતાં તેણેગોલ્ડ મેડલ હાસિલ કર્યોછે. પંચમહાલ શહેરા તાલુકાનુ ગૌરવ વધાર્યુ છે.


Share

Related posts

સુરતનાં લિંબાયતમાં એક યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ચાર જેટલા હુમલાખોરો પલાયન થઇ ગયા.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે ભરૂચ ટાઇગર એકતા ગ્રુપ દ્વારા સ્વચ્છતા અંગે મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું..

ProudOfGujarat

ઊંઝામાં ઉમિયા માતાજીની પરંપરાગત નગરયાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!