અહેવાલ- તસવીરો પ્રાઉડ ઓફ ગુજરાત ટીમ,
પવિત્ર શ્રાવણ માસનો પ્રાંરભ થઈ ગયો છે.ત્યારે શિવમંદિરોમા ભાવિક ભક્તો પણ શિવદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આજે પ્રાઉડ ઓફ ગુજરાતની ટીમ આપને પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલિખંડા ગામે આવેલા પૌરાણિક મરુડેશ્વર મહાદેવ ના દર્શન કરાવશે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાલિખંડા ગામે અને હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને આવેલુ મરુડેશ્વર મહાદેવનુ પૌરાણિક મંદિર આવેલુ છે આ શિવ મંદિરમા આવેલુ આઠ ફુટ જેટલી ઉચાઈ ધરાવતુ સ્વયંભુ શિવલીંગ ભકતોને આકર્ષે છે. આ શિવલીંગ મરડીયા પથ્થરમાથી બનેલુ હોવાને કારણે તેનુ નામ મરુડેશ્વર મહાદેવ પડ્યુ હોવાનુ માનવામા આવે છે. માત્ર અહીયા સ્થાનિક નહી પણ બહારના રાજ્યોના ભક્તો પણ અહી દર્શન કરવા આવે છે. આ સ્વયંભુ શિવલીંગ હોવાને કારણે ભાવિક ભક્તોની દરેક મનો કામના પુર્ણ થાય છે. આ શિવલીંગમાથી અવિરત જળધારા વહેતી રહે છે. જે એક ચમત્કારથી કમ નથી. શ્રાવણ મહિનામા ભક્તોનમુ ઘોડાપુર ઉમટે છે અને સોમવારે મળો પણ ભરાય છે. આ મંદિરમા અવારનવાર વિવિધ યજ્ઞો થતા રહે છે. દર વર્ષે શિવરાત્રીની રાત્રે આ મંદિર ચોખાના દાણા જેટલુ વધે છે. અને તે વધતુ વધતુ મંદિરની છત ઉપર અડી જશે ત્યારેપૃથ્વી ઉપર પ્રલય આવશે. એવી લોકવાયકાઓ પણ જોડાયેલી છે. લોકવાયકા ગમે તે પણ ભક્તોની શ્રધ્ધા શિવદાદાના દર્શન કરતા ખુટતી નથી. જ્યારે પણ પંચમહાલ જીલ્લાના મુલાકાત લેવાની થાય ત્યારે આ મરુડેશ્વર મહાદેવના દર્શન કરવાનુચુકતા નહી .સૌ પ્રાઉડઓફ ગુજરાતના તમામ વાચકોને હરહર મહાદેવ અને શ્રાવણમાસની શુભકામના