Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બોલેરો ગાડી ઉપર Govt Of Gujarat લખી દારુની હેરાફેરી કરનારા બુટલેગરોને મોરવા હડફ પોલીસે પકડ્યા

Share

વિજય કુમાર ,ગોધરા

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પોલીસે મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામ પાસેથી સફેદ મારુતિકાર તેમજ એક સરકારી Govt ofGujarat ના લખાણ વાળી બોલેરો કાર માથી વિદેશી દારુનો જથ્થો પકડી પાડી બે ઇસમોની અટક કરી ત્રણ લાખ રુપિયાના મુદ્દામાલ જપ્ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
જોકે પોલીસને થાપ આપવા બુટલેગરોએ આ લખાણ લખ્યુ હોવાનુ જાણવા મળેલ છે.
પોલીસ સુત્રો પાસે થી મળતી વિગતો અનુસાર મોરવા હડફ પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.ડી ભરવાડને સંતરોડ રોડ પાસેથી વિદેશી દારુ ભરી વાહનો જવા હોવાની બાતમી મળી હતી. વહેલી સવારે મોરવા હડફ પોલીસના સ્ટાફે સંતરોડ બસ સ્ટેશન પાસેથી વોચ ગોઠવી હતી જેમા બાતમીના વર્ણનવાળી સફેદ મારુતિકાર તેમજ એક બોલેરો કારને રોકીને તપાસ કરતા અંદરથી બીયર ,ક્વાટર તેમજ વિદેશી દારુનો જથ્થો પકડી પાડયો હતો.જેમા મારુતિના ચાલક દિલીપભાઇ મોહનભાઇ નીનામા રહે.મોટીબારમ તા.જી દાહોદ, તથા બોલેરો ચાલક ઉદેસિંહ નુરજીભાઇ નિનામા રહે .મોટી બારમ તાજી દાહોદ ને પકડીને અન્ય સંડોવાયેલા આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધીને કુલ ૩,૧૬,૦૦૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
અત્રે નોધનીય છે.કે પંચમહાલ જિલ્લામાં દારુબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે.પોલીસને ચકમો આપવા અવનવો કીમીયા અજમાવી રહ્યા છે.હવે તો સરકારી લખાણ Govt Of Gujarat.નો દુરઉપયોગ કરવામા આવી રહ્યો છે.જોકે પોલીસે મોટી માત્રામાં દારુનો જથ્થો પકડી પાડવામા સફળતા મેળવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામે સગીર વયની બાળા ગુમ થયા અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

રાજપીપળા : પી.એમ કાર્ડ યોજના હેઠળ DRDO દ્વારા વધુ એક ઓક્સિજન પ્લાન્ટની નર્મદા જિલ્લાને ભેટ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે આજથી ટીવાય બીકોમ અને બીએની પરિક્ષા શરૂ થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!