વિજયસિંહ સોલંકી, શહેરા(પંચમહાલ)
પંચમહાલજીલ્લામા શહેરા ના કાંકરી ગામ ખાતે સરકારી વિનયન કોલેજ આવેલી છે. ત્યા આર્ટસ સહિતના વિષયો ભણાવામા આવે છે. આ કોલેજ શહેરા તાલુકાના ગામડાઓમા રહેતા વિદ્યાર્થીઓ માટે આર્શિવાદ સમાન બને છે.હવે ધોરણ ૧૦-૧૨ની પણ પરિક્ષા સમાપ્ત થઈ ગઈ છે. ત્યારે પરિણામ આવ્યા બાદ એડમીશનની પણ દોડાદોડ થશે.ત્યારે ખાનગી કોલેજોમા પણ વહેલી તકે એડમીશન મળતુ નથી. અને ગરીબ વિધાર્થીઓ વધારે ફિ ભરી શકતા નથી ત્યારે તેમના માટે તો સરકારી કોલેજ જ આર્શિવાદ સમાન ગણી શકાય. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા રહેતા વિદ્યાર્થીઓ હવે સાયન્સના અભ્યાસ ક્રમ તરફ વળ્યા છે. અને પોતાનુ ભવિષ્ય બનાવા ઇચ્છે છે.ત્યારે ત્યારે શહેરાનગરમા એક સરકારી વિજ્ઞાન પ્રવાહની કોલેજ ખોલવામા આવે જેથી વિદ્યાર્થીઓને બી.એસ.સી ભણવા માટે લુણાવાડા કે ગોધરા અન્ય શહેરોમાં જેવુ ના પડે અને ઘર બેઠા જ શહેરાનગરમા ભણી શકાય તેવી માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરકારી વિનયન કોલેજ શહેરા ના કાંકરી ખાતે આવેલી છે.જેમા આર્ટસ ના વિષયો ભણાવામા આવે છે. શહેરામા પહેલા કોલેજ ન હતી ત્યારે અહીના વિદ્યાર્થીઓને લુણાવાડા કે ગોધરા સુધી અભ્યાસ અર્થ લંબાવુ પડતુ હતું. આ વિનયન કોલેજ જેતે સમયે સ્થાપવામા આવી.ત્યારે હાલમા શહેરા તાલુકામા એક વિજ્ઞાન કોલેજ ની પણ શરુઆત કરવામા આવે તેવી માંગ જાગૃત વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવી રહી છે. વિજ્ઞાન કોલેજ શરુ કરવામા આવે તો વિદ્યાર્થીઓ બી.એસ.સી સહીતની પદવી પ્રાપ્ત કરી શકે છે. શહેરા તાલુકાના વિદ્યાર્થીઓ ધોરણ ૧૦-૧૨ ના પરિણામ બાદ એડમીશન માટે દોડધામ કરતા હોય છે. ધોરણ-૧૨ સાયન્સ કર્યા બાદ બી.એસ.સી કરવા માગતા વિદ્યાર્થીઓએ ગોધરા તેમજ લુણાવાડા ખાતે આવેલી કોલેજમાં એડમિશન માટે જવુ પડે છે. ત્યારે ઘણી વાર એડમીશન પણ મળતુ નથી.
અને ખાનગી કોલેજોમા ફી વધારે હોવાથી જે વિદ્યાર્થીઓ મધ્યમ અને ગરીબ વર્ગના હોય તેઓ ફિ ભરી શકે તેમ નથી. તેઓના માટે સરકારી કોલેજો આર્શિવાદ સમાન બની રહે છે. ત્યારે હાલ તો પરિણામ આવાને હજી વાર છે પણ જો જવાબદાર તંત્ર દ્વારા આ અંગે સરકારમા રજુઆત કરી શહેરામા વિજ્ઞાન કોલેજ શરુ કરવામા આવે તેવી માગ ઉઠવા પામી છે.