Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલમા ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષાનુ પરિણામ ૫૮.૧૪ ટકા, ગત વર્ષ કરતા ૧૨ ટકાનો ઘટાડો

Share

વિજયકુમાર, પંચમહાલ

ધોરણ-૧૦બોર્ડની એસએસસીની માર્ચ માસમાં લેવાયેલ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર થયુ હતું જેમા પંચમહાલ જીલ્લાનુ પરિણામ ૫૮. ૧૪ ટકા આવ્યુ હતુ. જે ગત વર્ષ કરતા ઓછુ નોઁધાયુ છે. સોથી વધારે પરિણામ રણજીતનગર તેમજ ઓછુ સંતરોડ કેન્દ્રનુ આવ્યુ હતુ. પરિણામને લઈ વિદ્યાર્થીઓમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એક રીતે કહીખુશી અને ગમનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ એસએસસી પરિક્ષાનુ પરિણામ જાહેર થયુ હતુ. જેમા પંચમહાલ જીલ્લાન જાહેર થયેલા પરિણામની વાત કરવામા આવે તો ૫૮.૧૪ ટકા પરિણામ પ્રાપ્ત આવ્યુ હતુ.જેમા ગત છેલ્લા બે વર્ષ કરતા આ વર્ષ ટકાવારી ૧૨ ટકા જેટલી ઓછી જોવા મળી હતી ૨૦૧૭મા પરિણામ ૭૦.૬૦ ટકા પરિણામ આવ્યુ હતુ ૨૦૧૬મા ૬૩.૨૯ ટકા પરિણામપંચમહાલ જીલ્લાનુ આવ્યુ હતુ. પચમહાલ જીલ્લાના વિગતવાર પરિણામ જોવામા આવે તો જેમા ૨૧,૬૪૭ વિદ્યાર્થીઓ નોધાયા હતા જેમા ૨૧,૪૭૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમા A1 ગ્રેડમા ૪૪, ,A2 ગ્રેડમાં ૩૧૦, B1ગ્રેડમા ૮૬૭ B2 ગ્રેડમા ૨૪૭૮ , C1 ગ્રેડમા ૪૭૯૪ C2 ગ્રેડમા ૩૮૫૩ D ગ્રેડમા ૧૯૩ F1ગ્રેડમા ૧૪૦૨ F2 ૭૫૨૯ જેટલા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. જેમા પંચમહાલમા કુલ ૩૧ પરિક્ષા કેન્દ્રો ઉપર પરિક્ષા લેવામા આવી હતી જેમા રણજીતનગરપરિક્ષા કેન્દ્રનુ પરિણામ સૌથી વધારે ૮૧.૫૭ તેમજ સૌથી ઓછુ પરિણામ સંતરોડ કેન્દ્રનુ ૨૭.૧૫ ટકા આવ્યુ છે. ગત વર્ષ કરતા ૧૦૦ ટકા પરિણામ વાળી શાળાઓમા ઘટાડો જોવા મળ્યો છે જેમા ગત વર્ષ ૨૦૧૭માં ૩૮ જેટલી શાળાઓનુ પરિણામ ૧૦૦ ટકા હતુ જે આ વર્ષે ૩૮ જેટલી શાળા ઘટવા પામી છે. ૨૦૧૮મા માત્ર૫ જેટલી શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યુ છે. જ્યારે ૦ ટકા પરિણામવાળી શાળાઓ ગત ૨૦૧૭મા ૭ જેટલી નોધાઈ હતી જે આ વર્ષે ઘટીને માત્ર ૨ જેટલી શાળાઓ રહી છે. પરિણામ સવારે જાહેરકરવામા આવતા વિદ્યાર્થીઓએ પોતાનુ પરિણામ ઈન્ટનેટ ઉપર નિહાળ્યુ હતુ. સફળ થયેલાવિદ્યાર્થીઓને શિક્ષકો તેમજપરિવાર જનો,દ્વારા અભિનંદન પાઠવીને શુભકામનાઓ આપવામા આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થતા દુઃખની લાગણી પણ વ્યકત કરી હતી.આમ પરિણામને કારણે કહી ખુશીકહી ગમનોમાહોલ છવાયો હતો.


Share

Related posts

જંબુસરના વેડચ ગામેથી પસાર થતી મુખ્ય નર્મદા નિગમની કેનાલમાથી યુવક ની લાશ મળી આવતા ચક્ચાર

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચની બહેનોને અમૂલ્ય ભેટ, જાણો શું?

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના સોનિયા ગાંધી અંગે અભદ્ર ટીપણી કરતા યુથ કોંગ્રેસ દ્વારા યોજાયું પૂતળા દહન કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!