વિજયસિંહ સોલંકી,કાલોલ
પંચમહાલ જિલ્લાનાંકાલોલ તાલુકાના વેજલપુર બેઢીયા ખાતે દિવ્ય દ્રષ્ટિ
બી.ઍડ.કૉલેજ આવેલી છે.જ્યા શિક્ષક બનવાની સજ્જ તાલીમ આપવામા આવે છે. વિષયોના નિષ્ણાત અનુભવી અધ્યાપકો દ્રારા અહી શિક્ષણ આપવામા આવે છે.આ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં કૉલેજ ના આચાર્ય શ્રી શૈલેષભાઈ ચૌધરી એ સૌને ભવિષ્ય ના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ તબક્કે સૌ તાલીમાર્થીઓ તરફ થી ભેગા મળીને કૉલેજમાં સરસ્વતીમાતાની તસ્વીર ભેટ તરીકે અર્પણ કરી હતી જ્યારે કોલેજ ના સમગ્ર સ્ટાફ ને પુસ્તક દ્વારા સન્માન કરી ને ભેટ આપી હતી જેમાં કૉલેજ ના આશાસ્પદ તાલીમાર્થી મિત્ર મનહર નાયક આ શુભ વિચાર ને સૌ વધાવી લીધો હતો આ પ્રસંગે ડૉ.ગિરીશ ચૌહાણ,પ્રો.વિજય વણકર,પ્રો.પ્રિતી જોષી,પ્રો.શૈલેશ વરીયાળી,પ્રો.પારૂલ રાઠવા,પ્રો.ભરત પરમાર તથા સેવક રામભાઇ સહીત સૌ ઉપસ્થિત રહ્યા હતા ,સૌ તાલીમાર્થીઓને અધ્યાપકો દ્રારા ભવિષ્યમાં એક સારા ઉત્તમ, વિષયસજ્જ,નિપુર્ણ, પારંગત,શિક્ષક બની સમાજનુ ઉત્તમ ઘડતર કરી ને દેશના વિકાસમાં સહભાગી બનો તેવી શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે સમગ્ર સંચાલન તાલીમાર્થીઓએ કરી ને વિદાય સભારંભના કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.