વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી એક ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક બોગસ આઇડીના આધારે રેલ્વેની ઈ-ટીકીટ ઉચા ભાવે વેચી વધુ નફો રળતો હતો.ત્યારે આ ઉચા ભાવે ટીકીટ વેચાણની રેલ્વે પોલીસતંત્રને બાતમી મળી હતી.ત્યારે રેલ્વે ક્રાઇમ બ્રાન્ચ અને રેલ્વેપોલીસેની સંયૂક્તટીમે સંચાલકની ઓફીસે રેડ પાડી તેની ધરપકડ કરીને ₹ ૫૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાળાનુ વેકશન શરુઆત થવાની આરે છે.ત્યારે રેલ્વેની મુસાફરી થકી પોતાના વતનમાં કે પ્રવાસમાં જનારોની સંખ્યા ઉનાળામાં વધી જતી હોય છે.રેલ્વેમાં ટીકીટની સમસ્યા કરતા રિઝીર્વેશનની સમસ્યા વધારે રહેતી હોય છે.ત્યારે આવી પરિસ્થીતીમાં કેટલાક ટ્રાવેલ્સ સંચાલકો વધુ નફો કમાઇ લેવાનુ ચુકતા નથી.ગોધરામાં રેલ્વે પોલીસે એક ટ્રાવેલ એજન્સીના સંચાલકને ગેરકાયદેસર ઇટીકીટનુ વેચાણ કરતા પકડી પાડ્યો છે.દાહોદ રોડ સ્થિત શ્રીજી ટ્રાવેલ્સ સંચાલક દક્ષેશ કુમાર કનૈયાલાલ બોગસ આઇ ડી આધારે રેલવે ટિકિટ કાઢી ઊંચા ભાવે વેચાણ કરતા હોવાની બાતમીને આધારે રેલ્વેપોલીસ અને રેલવે ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કૌભાંડ ઝડપી પાડયુ હતું
આ મામલે સંચાલક દક્ષેશ કુમારની અટક કરી 50હજાર મુદ્દામાલ જપ્ત કરી મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે