Proud of Gujarat
FeaturedGujaratINDIA

લુણાવાડા તાલુકાઉંટડી ગામના તળાવને ઉંડા કરવાના ખાતમૂહૂર્તનો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ

Share

વિજયસિંહ સોલંકી, લુણાવાડા,

ગુજરાત રાજ્ય સ્થાપના દિનના શુભ અવસરે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮નો ગુજરાતમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંટડી ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્યદંડકશ્રી પંકજભાઇ દેસાઇના વરદ હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉંટડી ગામના તળાવને ઉંડુ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત જન મેદનીને સંબોધતા વિધાનસભાના મુખ્યદંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ મુખ્યત્વે જળસંગ્રહનાં કામો જેવા કે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમનું ડીસીલ્ટીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, શહેરોમાંથી પસાર થતી નદીઓમાં થતુ પ્રદુષણ અટકાવાની કામગીરી તેમજ નદીઓના કાંઠા ઉપર વૃક્ષારોપણ કરવું, નદીના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ, ઝાડી ઝાંખરા દૂર કરવા, ટેરેસ/વન તલાવડી, નદીને પુનઃજીવિત કરવી, શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ લાઇનોમાં વાલ્વમાંથી થતા પાણીનો બગાડ રોકવો, ડીસેલીનેશનની કામગીરી, પીવાના પાણીનો બગાડ રોકવા માટે જનજાગૃતિ વગેરે જેવી કામગીરી કરવાનું આજથી શુભારંભ થયેલ છે. આ કામોથી મહીસાગર જિલ્લામાં જળાશય, તળાવો, ચેકડેમની પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થતા જિલ્લામાં ખેતી અને પશુપાલન ક્ષેત્રમાં ઘણો જ વિકાસ થશે જેનાથી ખેડૂતોની આવક બમણી થશે. વધુમાં શ્રી દેસાઇએ રાજ્ય સરકાર દ્વારા ચાલતી અનેક વિધ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત જનતાને અપીલ કરી હતી.
આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના અમિતભાઇ ઠાકરે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આ યોજનાથી ગુજરાતમાં પાણીની કોઇ સમસ્યા ઉભી ન થાય અને ગુજરાતનો નિરંતર વિકાસ ચાલુ રહે તે માટે ઉપસ્થિતોને સહકાર આપવા અપિલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉંટડી ગામનું તળાવ ઉંડુ કરવાથી ચાલુ વર્ષના ચોમાસા દરમ્યાન ૧.૧૨ કરોડ લીટર પાણી વધુ સંગ્રહ થઇ શકશે જેનો સીધો લાભ ગ્રામજનોને મળશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી વી.એ.વાઘેલાએ જિલ્લામાં કરવાની થતી કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. સુજલામ સુફલામ યોજનાના નોડલ તેમજ કાર્યપાલક ઇજનેર કડાણા યોજના શ્રી જે.એમ.પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન વિશે વિગતે માહિતી આપી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન લુણાવાડા ધારાસભ્યશ્રી રતનસિંહ રાઠોડે કર્યુ હતું. આભાર દર્શન લુણાવાડા મામલતદારશ્રી રાણાએ કર્યું હતું. કન્યા શાળા, લુણાવાડાની બાલીકાઓ દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં સંતરામપુરના ધારાસભ્યશ્રી કુબેરભાઇ ડિંડોર, અગ્રણીશ્રી જે.પી.પટેલ, માજી ધારાસભ્યશ્રી કાળુભાઇ માલીવાડ, જીગ્નેશભાઇ સેવક, ઉંટડી ગામના સરપંચશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વી. અને જિલ્લાના પદાધિકારી અને અધિકારીશ્રીઓ તેમજ ઉંટડી ગામના ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા મહિલા મોરચા દ્વારા નવોદિત મતદાતા યુવતી સંમેલન યોજાયું

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં સરકારી-ગ્રાન્ટેડ છાત્રાલયોમાં રહેતા અનુસૂચિત જાતિનાં 605 વિદ્યાર્થીઓને કુલ રૂ.9,07,500/- ની સહાય ચૂકવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!