વિજયસિંહ સોલંકી,ગોધરા
પંચમહાલ જીલ્લામા ગરમીનો પ્રકોરના કારણે જીલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. પશુપંખીઓની પણ હાલત ભારે કફોડી બની છે. ગરમીથી બચવા લોકો ઠંડાપીણાનો આશરો લઈ રહ્યા છે.ગરમી અને ભીષણ તાપને કારણે પણ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે બપોરે પણ લોકો પોતાની ઓફીસ કે ઘરમા નીકળવાનું ટાળી રહ્યા છે,અને ઘરમા બેસીને જ એસી કે કુલરથી હવા લઈ ગરમીથી છુટકારો મેળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે કેટલાક પરિવારો તો બહારગામ પ્રવાસની મજા માણવા કુલુ મનાલી તેમજ લોનાવાલા ખંડાલા હિલ સ્ટેશન ઉપડી ગયા છે. પંચમહાલ જીલ્લામા ગરમીથી જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે.
પંચમહાલ જીલ્લામાં કાળઝાળ ગરમીને કારણે જીલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સુરજદાદા જાણે આકાશમાથી અગનગોળા વરસાવતા હોય તેવો અનુભવ કરી રહ્યો છે.જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.તેના કારણ જીલ્લાનુ પણ જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હાઈવે પણ સુમસામ જોવા મળી રહ્યા છે,ત્યારે કામકાજ વગર લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને ઘરમા જ એસી તેમજ પંખા અને કુલરનો આશરો લઈ રહ્યા છે.સાથે સાથેં ઠંડાપીણાનો પણ આશરો લઈ રહ્યા છે., કેરીરસ, શેરડી રસ તેમજ આઈસક્રિમ પાર્લરો ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. ગોધરા શહેર સહીત તાલુકા મથકો શહેર, શહેરા, હાલોલ,કાલોલ,મોરવા સહીતના મથકો ઉપર પણ ગરમીની ભારે અસર જોવા મળી રહી છે. હાલ લગ્નની સીઝન ચાલી રહી છે.ત્યારે ગરમીથી બચવા માટે સ્કાફ,માસ્ક સહીતનો પણ આશરો લઈ રહ્યા છે. ગરમીની કારણે આરોગ્ય પણ પર સીધી અસર પડી રહી છે.ગરમીને કારણે દવાખાનામા પણ દર્દીઓ જોવા મળી રહ્યા છે જેમા લુ લાગવી તેમજ સન સ્ટ્રોક થવાના કેસો આવતા હોય છે.ડોકટર્સ દ્વારા પણ ગરમીથી બચવા માટે પાણીનોભરપુર ઉપયોગ કરવા માટે કહેવામા આવ્યું છે અને વધુમા ગ્લુકોઝના પાઉડરનો પણ ઉપયોગ કરવો, કામકાજ વગર ઘરની બહારનનીકળવું ટોપી તેમજ સ્કાફનો આશરો શરીરેને ગરમીથીબચવા માટે ઉપયોગ કરવા જણાવાયું છે. બહારની રેકડી પરની વસ્તુ ખાવા કરતા પાણીદાર તરબુચ તેમજ શકકરટેટી જેવા ફળોનો પણ ઉપયોગ કરવાથી ગરમીમા પણ રાહત મળે છે. ગરમીથી ઠંડક મેળવા માટે હવે હિલ સ્ટેશનો નો પ્રવાસ ગોઠવામા આવી રહ્યો છે. જેમા કુલુ મનાલી,લોનાવાલાખંડાલા જેવા હિલ સ્ટેશનોનો સમાવેશ થાય છે. હાલમા શાળામા વેકેશનને વાર છે પણ અત્યારથી ટ્રાવેલ એજન્સીઓમા એડવાન્સ બુંકીગ શરુ થવા માડ્યું છે.