Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પમા પોલીસ કર્મચારીઅધિકારીઓ,વિધાર્થીઓ,નગરજનોએ રક્તદાન કરી ૮૬ બોટલ રક્ત એકત્ર કર્યું

Share

વિજયસિંહ સોલંકી, શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જરૂરત મંદોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી પોલીસ કર્મચારીયો અને નગરજનોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં નાયબ પોલીસ અધિક્ષક કણસાગરા,પોલીસ ઈન્સ્પેક્ટર એચ.વી.સીસારા,પોલીસ ઈન્સ્પેક્ટર એમ.કે.ગુર્જર, પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.ગામેતી,પોલીસ ઈન્સ્પેક્ટર કે.પી.જાડેજા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ટાપરીયા સહીત પોલીસ કર્મચારીઓ તેમજ જી.આર.ડી અને ટી.આર.બી.ના જવાનો અને ટુવા એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સહીત શહેરાના નગરજનોએ રક્તદાન કર્યું હતું જેમાં 86 બોટલ જેટલું રક્ત એકત્ર થયું હતું. આ રકતદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. ભરત ગઢવી, સી.એચ.સી શહેરા ના ડો.અશ્વિન રાઠોડ તેમજ રેડ ક્રોસ સોસાયટીના ડો.ચૌહાણે હાજર રહી રકતદાનના મૂલ્ય બાબતે સમજ આપી હતી. તેમજ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ કાર્યક્રમ દ્વારા એક એવો સંદેશો આપ્યો હતો કે પોલીસ લોકોની સુરક્ષા, શાંતિ, સલામતીની સાથે સાથે લોકોની જિંદગી બચાવવા રક્તદાન શ્રેષ્ઠદાન પણ કરી શકે છે.

Advertisement

Share

Related posts

ઝગડિયા તાલુકાના બોરીદ્રા ગામ ની હદ માં પેકેટમાં રહસ્યમય કેમિકલ અથવા પદાર્થ ક્યો તે ખુલાસો કોણ અને ક્યારે કરશે

ProudOfGujarat

ભરૂચની મુન્શી વિધાધામ દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન

ProudOfGujarat

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની તારીખ બદલાઈ, જાણો કેમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!