વિજયસિંહ સોલંકી, શહેરા
પંચમહાલ-મહિસાગર જિલ્લા શિવસેના પ્રમુખ લાલાભાઇ ગઢવીની આગેવાની હેઠળ (હાલોલ-શામળાજી હાઇવે )પાનમપાટીયા ટોલ નાકા ખાતે એકત્ર થઈ
L&T ના પ્લાઝામેનેજરને આપવામા આવ્યું હતુ.આવેદન પત્રમાં જણાવામા આવ્યુ હતું કે L&T હાલોલ શામળાજી ટોલ વે પર ટીસીનો પુરતો સ્ટાફ નથી.ટોટલ ટીસી ૩૬ હોવા જોઈએ.અને એલએ સાત હોવા જોઇએ.જેની જગ્યાએ ૨૦નો સ્ટાફ છે.પુરતા સ્ટાફ ના હોવાને કારણે એક અથવા બે લેન ચાલુ રહે છે.અને ટ્રાફીકની સમસ્યાઓ થાય છે.સિકયુરીટીનો પુરતો સ્ટાફ નથી.તો તમામ સ્ટાફની તાત્કાલિત ધોરણે ભરતી કરવામા આવે .૧૯૩ કિમીના પ્રોજેકટમા ક્યાય એક પણ જાહેર શૌચાલય બનાવેલ નથી.ઈમરજન્સી એમ્બ્યુલન્સની પણ સગવડ નથી.તે સગવડ પુરી પાડવામા આવે,૧૫મી ઓગષ્ટ ૨૬મી જાન્યુઆરી ના દિવસે તમામ ટોલટેકસ નાકા પર તિરંગો ફરકાવામા આવે.પાર્કિગગેટ,કેશરુમમાં સીકયુરીટી નથી. અને ગનમેન નથી તેમની તાત્કાલિક ભરતી કરવામાં આવે.વાહન ચાલકો પરેશાન થાય છે.આજ પછી તમામ લેન ૧૦ લેન ૨૪ કલાક માટે ચાલુ કરવામા આવે.વધુમાં કોન્ટ્રેન્ક સિસ્ટમ નાબુદ કરવામા આવે સીધેસીધા તમામ સ્ટાફને L&T માં ભરતી કરવામા આવે.ઈમરજન્સી નંબર પણ લાગતા નથી.જો માંગણી પર પુરુ ધ્યાન નહી આપવામા આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.આવેદન આપવા શિવસેનાના કાર્યકરો પણ હાજર રહ્યા હતા.