Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

શહેરા બસ સ્ટેશન પાસે રમાતા જુગાર ધામ પર પોલીસનો દરોડો ૧૮જુગારીઓ પકડાયા

Share

વિજયસિંહ સોલંકી, શહેરા

પંચમહાલના શહેરા નગરમા ધમધમતા જુગારધામ પર પોલીસ દ્રારા દરોડો પાડવામા આવતા ભારે નાસભાગ મચી જવા પામી હતી અને ૧૮ જેટલા જુગારી પોલીસે પકડી પાડ્યા હતા.

Advertisement

પ્રાપ્ત વિગતો અનૂસાર શહેરાનગરમાં જુગારની બદી ડામવા પોલીસ સક્રીય બની છે તેમ લાગી રહ્યુ છે.શહેરા બસસ્ટેશન પાસે આવુ એક જુગારધામ ધમધમી રહ્યુ હતુ.તેની બાતમી પોલીસને મળી હતી .અને જુગારધામ પર પોલીસ ની રેડ કરવામા આવતા પોલીસને જોઈ ભારે નાસભાગ મચી જવા પામી હતી.
પોલીસે ૧૮ જુગારીયાઓને પકડી પાડયા હતા. પોલિસે જુગારધામ પર રેડ દરમિયાન ૪૦હજાર ના મુદામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.પોલીસની કાર્યવાહીથી જુગાર રમતા ગેમ્બલરોમા ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

ભારતભ્રમણ નીકળેલા દિવ્યાંગ યુવાન આર,થંગરાજા ગોધરાના મહેમાન બન્યા

ProudOfGujarat

ભરૂચ : હમ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા ભૂખ્યાને ભોજન તેમજ ધાબળા વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ-વિરમગામ રેલવે એકશનમાં બ્લોકના પગલે આજે છ ટ્રેનો રદ્દ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!