વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ)
પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનાં વાધજીપુર ગામમાં વર્ષોથી મુસ્લિમ પરિવારો વસવાટ કરી ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે.અને અહી રહેતા હિન્દુ પરિવારો સાથે હળીમળીને રહે છે.અને એકબીજાના સામાજીક પ્રસંગોમાં પણ હાજરી આપી પડોશી ધર્મ પણ નિભાવે છે. પંચમહાલમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. દરેક સમાજમાં થયા લગ્નોમા પરંપરાગત રિવાજો હોય છે. તે પંરપંરા મુજબ ચાલ્યા આવે છે. હાલમાં એક હિન્દુ પરિવારની પુત્રીના લગ્નમાં એક મુસ્લિમ પરિવારે મામેરુ કરી સામાજીક અને કોમી એકતાનું અનોખુ ઉદાહરણ સમાજની સામે પુરૂ પાડયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાનું શહેરા તાલુકાનું વાઘજીપુર ગામ આશરે ૫૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે. અહી હિન્દુ સમાજના લોકોની સાથે સાથે મુસ્લિમ સમાજના લોકો પણ વસવાટ કરે છે અને પશુપાલન વેપાર સાથેના સંકળાયેલા છે. વાઘજીપુર ગામમા રહેતા હિન્દુ મુસ્લિમ પરિવારો વચ્ચે એક અનોખો સંબધ વર્ષોથી ચાલી આવે છે જેમા એક બીજાના સામાજીક પ્રસંગોમા પણ હાજરી આપવામા આવે છે.હાલમા એક લગ્ન પ્રંસગમા એકમુસ્લિમ પરિવારે હિન્દુ પરિવારનીપુત્રીના લગ્નમા મામેરુ કરી એક અનોખુ કોમી એકતાનું ઉદાહરણ સમાજની સમાજ ને માટે પુરૂ પાડયું છે.વાઘજીપુર ગામના બારીયા ફળિયામા રહેતા ભોપતભાઈ મનસુખભાઈ બારીયા પોતે વેપારી છે. તેમની મોટી પુત્રી અંજલીબેન નો લગ્નપ્રંસગ હતો..
બારીયા સમાજના સામાજીક રીત રિવાજ મુજબ તેમના પરિવારના સભ્યો મામા, માસી,ફોઈ તરફથી મામેરુ લાવામા આવે છે મામેરામાં કપડા તેમજ દાગીના બેઢા સહીતની વસ્તુઓ લાવતા હોય છે. બારીયા ફળિયાની સામે મુસ્લિમ પરિવારો વસવાટ કરે છે. આ પરિવારમાં રહેતા યાકુબભાઈ કાદરભાઈ પીંઝારા પોતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને ભોપતભાઈ બારીયાના પણ સારા મિત્ર છે. ત્યારે લગ્નનુ આમંત્રણ આપવામા આવ્યુ ત્યારે જ યાકુબભાઈ દ્વારા નક્કી કરવામા આવ્યું હતુ કે ભોપતભાઈની પુત્રીના લગ્નમા મામેરુ ધામધુમથી કરીશ. પડોશીધર્મ નિભાવીશ લગ્નના દિવસે આ મામેરા તમામ મુસ્લિમ પરિવારના પણ સામેલ થયો. અને ડી.જેનાતાલે વાજતે ગાજતે મામેરુ લઈ લગ્નમા પહોચ્યા.ત્યારે લગ્નમા આવેલા તમામ મહેમાનો તેમજ સગાસબંધીઓ પણ આશ્ચર્ય પામી ગયા હતા યાકુબભાઈ તેમના પત્નિ રસીદા બેન અને તેમની પુત્રી દ્વારા બેઢા સાથે કપડા સહિતની ચીજવસ્તુઓ આપવામા આવી હતી. લગ્નમા આવેલા સગાવ્હાલા સહિતનો પરિવાર પણ આ મુસ્લિમ પરિવારનુ મામેરુ જોઈ ગદગદિત થઈ ગયો હતો. આમ એક હિન્દુ પરિવારની પુત્રીના લગ્નમા એક મુસ્લિમ પરિવારે મામેરુ કરીને કોમી એકતા અને સામાજીક એકતાનો અનોખો સંદેશો સમાજને આપ્યો છે.