વિજયસિંહ સોલંકી, કાલોલ
૨૩મી એપ્રિલ વિશ્વ પુસ્તક દિન તરીકે ઉજવામ આવે છે.આજના યુગ મોબાઇલ યુગ અને હવે તો સેલ્ફી યુગ બન્યો છે.ત્યારે પુસ્તકોનુ વાંચન સમાજમાં ઘટવા લાગ્યુ છે.ત્યારે કાલોલ તાલુકાના બેઢીયા ખાતે આવેલી દિવ્ય દ્દષ્ટી બી.એડ્ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા અને સારી કવિતા અને ગઝલ લખી જાણનાર એવા વિજયભાઇ વણકર દ્રારા સમાજમાં પુસ્તકોનો વાંચન શોખ જાગ્રત રહે અને વધુવાં વધુ વાંચન થાય તે માટે પુસ્તક પરબનુ આયોજન કરતા રહે છે.ત્યારે તેમના દ્રારા આજે કાલોલના પીગળી ગામે “વિશ્વ પુસ્તક દિન”ની ઉજવણી કરવામા આવી હતી.જેમા પંચમહાલના કવિઓ લેખકો હાજર રહ્યા હતા
પ્રાપ્ત વિગતો કાલોલ તાલુકાના પીગળી ગામે ” વિશ્વ પુસ્તક દિવસ ની” ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાલોલ ખાતે સ્વૈચ્છિક પુસ્તક પરબ ચલાવતા કવિ, સાહિત્યકાર, લેખક વિજય વણકર”પ્રીત” ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં બાળકોને પ્રેરણારૂપ બની પુસ્તકો ખુલ્લા મુકવામાં આવ્યા હતા અને તે પુસ્તકો વાંચવા માટે પ્રેરણા પુરી આ પુસ્તકો વધુ વંચાતા રહે,વંચાય અને વંચાવે એવા એકબીજા ને નેમ લેવડાવ્યા હતા અને દરેકે દરેક બાળકોને પુસ્તકો નું વાંચન કરાવ્યું હતું જેમાં અલ્પ વિરામ, અટકવું ક્યાં, ઉચ્ચારણ મોટેથી કયારે કરવું,થડકાર ક્યાં આવે,રસવઉ, દિરઘઉ, જોડણી તથા માત્રા, અનુસ્વાર વિગેરે નાની મોટી બાબતો નું ખાસ વાંચન સમયે ધ્યાનમાં રાખવાની બાબતો છે એમ તેમણે વક્તવ્ય માં જણાવ્યું હતું આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ માં હાજર રહેનાર રીમા વણકર, ભાવિકા વણકર તથા ધીરજ વાઘેલા, પ્રવિણ પરમાર,તેમજ કવિ વિનુ બામણીયા, અને કવિતા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર સંચાલન લેખક અને કવિ ડૉ.રાજેશ વણકરે કર્યું હતું.