Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્રારા કેન્ડલમાર્ચ યોજાઇ, દૂષ્કર્મીઓને ફાંસી આપવા માંગ.

Share

વિજયસિંહ સોલંકી, શહેરા.

શહેરા તાલુકા કોંગ્રેસ સમિતી દ્રારા કેન્ડલ માર્ચનુ આયોજન કરવામા આવ્યું હતું.
જેમા કોંગ્રેસના અગ્રણીઓ હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, દેશમા બની રહેલી દીકરીઓ ઉપર દૂષ્કર્મની ઘટનાઓ સામે નરાધમોને ફાંસીની સજા થાય તેવી ઉગ્ર માંગ કરી હતી.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર દેશમાં દીકરીઓ પર વધી રહેલા અત્યાચાર સામે શહેરા નગર માં કોંગ્રેસ સમિતી દ્રારા કેન્ડલ માર્ચ રેલીનુ આયોજન મૂખ્ય માર્ગ પર કરવામા આવ્યુ હતુ. જેમા કોંગ્રેસના અગ્રણીઓ તખતસિંહ સોલંકી સહિત હિન્દુ તેમજ મૂસ્લિમ સમાજ પણ જોડાયો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો છે.દેશના રાજ્યોમાં માસુમ બાળકીઓ સાથે બનતી દુષ્કર્મની ઘટના સામે રોષ વ્યક્ત કર્યો હતો. ” દિકરી ૮વર્ષની હોય કે ૧૮વર્ષની દિકરી હિન્દુ ની હોય કે મૂસલમાનની
દીકરી કઠુઆ,ઉન્નાવ કે હોય સુરતની આશિફા હોય કે અનિતા ના તોલશો ધર્મના તરાજુથી
રેપીસ્ટને સજા આપો ફાંસીની” જેવા લખાણો વાળા બેનરો દર્શાવી વિરોધ કરવામા આવ્યોહતો. દુષ્કર્મી નરાધમો ને ફાંસી સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી .ભોગ બની મૃત્યુ પામેલી બાળાઓને આત્માની શાંતી માટે પ્રાર્થના કરી હતી.


Share

Related posts

ભરૂચમાં ફરજિયાત માસ્કનો ઉલાળિયો કરતાં પ્રજાજનો, પોલીસે મેમો-દંડ ફટકાર્યો…

ProudOfGujarat

વડોદરા:લૂંટ અને દુષ્કર્મ ની ઘટના સામે આવતા સનસની-સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થા ઉપર ઉઠ્યા સવાલો..??

ProudOfGujarat

લોકસભા ચૂંટણીને લઈ પાલેજ નગરમાં બી.એસ.એફ ની ફ્લેગમાર્ચ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!