Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજથી પાવાગઢ મંદિરમાં છોલેલા શ્રીફળ પર પ્રતિબંધ લાગુ પડતાં ભક્તોનો વિરોધ યથાવત

Share

ચૈત્રી નવરાત્રી શરુ થવાને હવે બે દિવસની જ વાર છે. નવરાત્રી નિમિતે માઈ ભક્તોની ભીડ યાત્રા સ્થળે મોટા પ્રમાણમાં જોવા મળશે. એવામાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે આ પ્રતિબંધ આજથી લાગુ થઈ રહ્યો છે.

મંદિરના ટ્રસ્ટ દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, પાવાગઢ માચી ખાતે નારિયેળ વધેરવા માટે મંદિર ટ્રસ્ટે મશીન મુક્યું છે. જેથી ભક્તો પાવાગઢ ડુંગર પર માતાજીના દર્શન કરીને પાવાગઢ માચીએ છોલેલું શ્રીફળ વધેરી શકશે. મંદિર પરિસરમાં થતી ગંદકીને લઈને ટ્રસ્ટે નિર્ણય કર્યો છે.

Advertisement

ટ્રસ્ટના નિર્ણય પ્રમાણે, માતાજીના દર્શને આવતા માઇ ભક્તો છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે. ભક્તો મંદિરમાં માત્ર આખું શ્રીફળ જ લઇ જઇ શકશે. ભક્તો મંદિર નીચે ઉતરીને જ છોલેલું શ્રીફળ વધેરી શકશે એટલું જ નહીં જો વેપારીઓ છોલેલું શ્રીફળ વેચશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રસ્ટના આ નિર્ણય ભક્તો, AHP અને બજરંગ દળ સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો છે.


Share

Related posts

ઝઘડીયા પંથકમાં ઘરફોડ ચોરોનો આતંક : નગર તથા જીઆઇડીસીમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

કરજણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની વિવિધ માંગણીઓ ન સંતોષાતા સરકારી ફોન પરત કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

નવરાત્રી પર્વ દરમ્યાન વિરમગામ શહેરમાં બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!