પંચમહાલમાં આજે પણ વેગીલા પવનોના કારણે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ રાખવામાં આવી છે. રોપ વે ના સંચાલકોએ યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લીધો છે. ગઈકાલે પણ રોપ વે સેવા બંધ રહી હતી. ગુજરાતમાં યાત્રાધામો પર લોકોને મૂશ્કેલીનો સામનો પણ ઠંડી તેમજ પવનની ગતિના કારણે કરવો પડી રહ્યો છે.
ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ ત્રીજા દિવસે પણ આજે બંધ છે. ભારે પવનને કારણે ફેરીબોટ સર્વિસ ત્રીજા દિવસે પણ બંધ રાખવામાં આવી છે તેવી જ રીતે જૂનાગઢના ગિરનાર ડુંગર ઉપર પવનની ઝડપ જોવા મળી હતી. જેના કારણે ગઈકાલે ગિરનારમાં રોપ-વે બંધ કરવો પડ્યો હતો. પાવાગઢમાં પણ રોપ વેની સેવા બંધ રાખવામાં આવી છે. ભારે પવનોના કારણે આ સેવા આજે પણ બંધ છે. મોટી સંખ્યામાં પાવાગઢમાં આ રોપ વે સર્વિસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં સતત બે દિવસથી ફૂંકાઈ રહેલા જોરદાર પવનને કારણે યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ, અંબાજી, પાવાગઢ ખાતે રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે આ સ્થળોએ આવતા પ્રવાસીઓ રોપ-વે ની સર્વિસનો લાભ લઈ શક્યા નહોતા.
પૌરાણિક યાત્રાધામ મંદિર પાવાગઢ ખાતે ગઈકાલથી ભારે પવનને કારણે મેનેજમેન્ટે રોપ-વે ચલાવવાનું યોગ્ય માન્યું ન હતું. પવનની ગતિ ઓછી થતાં જ રોપવે સેવા ફરી શરૂ થશે. જોકે, પર્વતીય વિસ્તારોમાં અત્યારે ભારે પવનના કારણે રોપ-વે સુરક્ષા માટે બંધ રાખવો હીતાવહ છે જોકે, ચાલી ના શકતા શ્રદ્ધાળુઓ માટે દર્શન કરવા મુશ્કેલ પણ બન્યું છે.