Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલના ગોધરા ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સંગીત સંધ્યા યોજાઇ.

Share

આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબ ગોધરા, નગરપાલિકા ગોધરા અને ભાજપ પરિવાર ગોધરા દ્વારા શહીદો કો સલામ એ અંતર્ગત દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યાનું આયોજન મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં નિરાલી સોની તથા તેમની ટીમ દ્વારા દેશભક્તિના ગીતો સુમધુર સંગીતના સથવારે રજૂ કરવામાં આવ્યા. શહીદોના માનમાં મૌન પાળવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે લાયન્સ ક્લબના ચેરમેન કેતકી સોનીએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની માહિતી આપી હતી. ગોધરાના શહીદ યુવાન શ્યામ રાજકુમાર યાદવ તથા આર્મીમાં ફરજ બજાવતા સોએબ શેખના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે અદભુત કામગીરી કરનાર ડોક્ટર શ્યામ સુંદર શર્માનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સી. કે. રાઉલજી, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, નગરપાલિકા ગોધરાના પ્રમુખ સંજયભાઈ સોની, કોઠી સ્ટીલ વાળા ફિરદોસભાઈ કોઠી, શહેર ભાજપ પ્રમુખ દિલીપભાઈ દસાડીયા, મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ, નગરપાલિકાના મનોરંજન સમિતિના ચેરમેન ઉષ્માબેન પટેલ ,નગરપાલિકાના સભ્યો, લાયન્સ ક્લબના સભ્યો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબના હેમંત વર્મા, મહેબૂબ બક્કર, તાહિર ભટુક તથા પ્રદિપ સોનીએ ભારે જહેમત ઉઠાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા મોવી હાઇવે રોડ ઘાંટોલી ગામે કન્ટેનર અને ઇકો ગાડીને અકસ્માત નડતા ઇકો ગાડીમાં બેસેલ 7 પેસેન્જરોને ઇજા.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે ત્યાં આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ.

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકે નવા પી.આઈ ની નિમણુંક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!