Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ આમ આદમી પાર્ટી દ્વારા “વિજળી સસ્તી કરો” અભિયાન અંતર્ગત મશાલ પદયાત્રા યોજી.

Share

– ગોધરા શહેરની જનતાએ ઠેર ઠેર આવકાર આપ્યો, શહેરીજનોના ચહેરા પર પરીવર્તનનો આશાવાદ જાગ્યો: લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ

ગુજરાતમાં આમ જનતાની ચિંતા કરતી આમ આદમી પાર્ટી જનતાની સમસ્યાઓ અને પ્રશ્નોને વાચા આપવા માટે લડત રહી છે. સામાન્ય જનતાની જરુરીયાતો સમજી અને તેઓનું આર્થિક જીવન ધોરણ ઉંચુ લાવવા માટે જનતાને ઉપયોગી થાય તેવી બાબતોને લઈને રોડ પર ઉતરી આંદોલન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સૌથી મોંઘી વિજળી આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા “વિજળી સસ્તી કરો” અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા “મશાલ પદયાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજરોજ પંચમહાલ જિલ્લામાં ભુરાવાવ ચાર રસ્તાથી “મશાલ પદયાત્રા” કાઢવામાં આવી હતી અને શહેરા ભાગોળ, શ્રી સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થઈ જહુરપુરા શાકમાર્કેટમાં થઈને રાણી મસ્જીદ સુધી લગભગ ત્રણ કિલોમીટર જેટલી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, વિજળીનું ઉત્પાદન કરતું ગુજરાત રાજ્ય પોતાના જ નાગરિકોને દેશના સમગ્ર રાજ્યના નાગરિકો કરતાં સૌથી મોંઘી વિજળી આપે છે. લાંબા સમયથી સરકારમાં રહેલી ભાજપ સરકાર રાજ્યાના નાગરિકો પાસેથી એક રીતે લુંટી રહી છે. વિજળી સરચાર્જના નામે છેલ્લા પાંચ મહિનામાં વિજળીના બિલમાં સતત વધારો કરી રહીં છે. એક રીતે જોઈએ તો કરોડો રૂપિયા જનતા પાસેથી લુંટી રહી છે. દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો વિજળી ખરીદીને પણ પોતાના નાગરિકોને મફત વીજળી આપી રહી છે જે જનતાનાં આર્થિક જીવન ધોરણને ઉંચુ લાવવા, મદદરૂપ થઈ રહી છે જ્યારે ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર લોકોને લુંટવા માટે વિજળી મોંઘી કરી રહીં છે. તેથી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં “વિજળી સસ્તી કરો ” અભિયાન ચલાવ્યું છે. રાજ્યની જનતાનો અધિકાર છે કે સરકાર પાસે પોતાનો હક્ક માગવાનો. આજે દિલ્હીમાં ૨૦૦ યુનિટ અને પંજાબ માં ૩૦૦ યુનિટ સુધી આમ આદમી પાર્ટીની સરકાર મફત વીજળી આપતી હોય તો ગુજરાતમાં કેમ નહીં ? તેવા સવાલ દિનેશ બારીઆએ કર્યા હતા.

Advertisement

“મશાલ પદયાત્રા” માં પંચમહાલ જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. બેનર, મશાલ, ઝંડા લઈને લાંબી મશાલ પદયાત્રા કાઢી હતી તથા ગોધરા શહેરીજનોને પેમ્પલેટનું વિતરણ કર્યું હતું. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, પદયાત્રા જોઇને શહેરીજનોએ ઠેર ઠેર આવકાર આપ્યો. સૌના ચહેરા પર સ્મિત અને પરીવર્તનનો આશાવાદ જોવા મળ્યો. હવે જનતા ભરપુર રીતે ખુલ્લું સમર્થન કરી રહીં છે. જનતા હવે પરીવર્તન લાવવા ઈચ્છે છે તેવું સ્પષ્ટ દેખાય છે. લોકોના મન અને માનસમાં આમ આદમી પાર્ટી પહોંચી ગઇ છે. જનતાને હવે સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ બેઠો છે કે ગુજરાતમાં ભાજપને આમ આદમી પાર્ટી જ હરાવી શકશે તેથી સૌ નાગરિકો દિલથી સમર્થન કરી રહ્યા છે. સૌ નાગરિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે, ગુજરાતમાં ભાજપને ખુબ તક આપી પણ ભાજપ હંમેશા તકલીફ આપી રહી છે તેથી ભાજપને દુર કરવી એજ માત્ર ઉપાય અને ઉકેલ છે તેમ કહે છે એવું દિનેશ બારીઆએ જણાવ્યું હતું. મશાલ પદયાત્રામાં જોડાયેલા સૌ કાર્યકરો, પદયાત્રાનું સ્વાગત કરતાં શહેરીજનો તથા સુરક્ષાબળ પુરું પાડતા પોલીસ કર્મચારીઓનો દિનેશ બારીઆએ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસની આગેવાનીમાં યોજવામાં આવેલી મશાલ પદયાત્રામાં તમામ પદાધિકારીઓ અને સો જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર કોસમડી ગામ નજીક આવેલ જય અંબે સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતમાં 6 થી વધુ લોકોને ઇજા.

ProudOfGujarat

હીટ એન્ડ રન – અંકલેશ્વર રાજપીપલા ચોકડી બ્રિજ પાસે અજાણ્યો વાહન ચાલક બાઈક સવારને ટક્કર મારી મોત નીપજાવી ફરાર

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો ઉમેદવારને જીતાડવા લગાવશે એડી-ચોટીનું જોર….જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!