આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ આજરોજ ગોધરાની પ્રાથમિક શાળાના મકાનની સ્થિતિ જોતાં દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, આજે શિક્ષણ વ્યવસ્થા માટે દિલ્હીની કેજરીવાલ સરકારની સરાહનીય કામગીરી છે. આ સરકારે સમગ્ર દેશને શિક્ષણ સુધારણા બાબતે ચર્ચા કરતો કરી દીધો છે. સરકારની નિયત સાચી હોય તો શું કરી શકે તેનું મજબુત ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ કહેતા જણાવ્યું હતું કે દિલ્હીની આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે શિક્ષણ વ્યવસ્થામાં કાયા પલટ કરી દીધી છે જેની નોંધ દેશ માત્રએ નહીં પણ પુરા વિશ્વએ લીધી છે. ગણતરીના ટુંકા વર્ષોમાં દિલ્હી રાજ્યની કેજરીવાલ સરકારે સરકારી શાળાઓમાં જે વ્યવસ્થા ઉભી કરી છે તે આજે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે કોંગ્રેસ અને ભાજપ લાંબા સમયથી સરકારમાં છે તેમ છતાં શિક્ષણ સુધારણા માટે, શિક્ષણ વ્યવસ્થા માટે ખાસ કંઈ કરી શક્યા નથી, ખરેખર આમ જનતા પોતાના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે, સારી સુવિધા મળે અને પોતાના બાળકોનું શૈક્ષણિક સ્તર ઉંચુ આવે, શૈક્ષણિક કારકિર્દી બને એવું ઇચ્છતા હોય છે પરંતુ ભાજપ અને કોંગ્રેસની સરકાર શિક્ષણ ક્ષેત્રે ઉદાસીન રહી. આજે જ્યારે દિલ્હીની આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારે શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉભી કરી છે ત્યારે દેશમાં સાચી ચર્ચાઓ થઈ રહી છે તેથી ભાજપ અને કોંગ્રેસને પોતાની નાકામિયાબી દેખાઈ છે.
હાલમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો સહિતની ટીમ દિલ્હીમાં શાળાઓ જોવા ગઇ હોવાનું જાણવા મળે છે ત્યારે હું ગુજરાતના શિક્ષણમંત્રીને વિનંતી સહ જણાવું છું કે, ગોધરા તથા આપણા રાજ્યની શાળાઓમાં જવું જોઈએ અને શિક્ષણ વ્યવસ્થા વિશે જાણકારી મેળવવી જોઈએ જો આપ ગોધરા આવો તો હું આપને શાળાઓની મુલાકાત કરાવીશ એમ આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે. સાથે સાથે શાળા પ્રવેશોત્સવ બાબતે પણ સવાલો ઉભા કરતાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એ માત્ર દેખાડો છે. તે એક માત્ર કાર્યક્રમ તરીકે યોજાય છે તેની પાછળ કોઈ સ્પષ્ટ શૈક્ષણિક હેતુ દેખાતો નથી. માત્ર ભાજપના પ્રચારનો કાર્યક્રમ હોય એવું લાગે છે આવા કાર્યક્રમોથી બાળકો, વાલીઓ કે શિક્ષકોમાં કોઈ પ્રભાવિત થતું હોય એવું લાગતું નથી. જો સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ હોય તો બાળકોને બોલાવવા ના પડે પણ બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ માટે થનગનાટ કરે અને વાલીઓ પ્રવેશ મેળવવા માટે ઘસારો કરે એવી સ્થિતિ ઉભી થાય ત્યારે સરકાર શિક્ષણ ક્ષેત્રે સફળ છે એમ કહેવાય પરંતુ આ ભાજપની સરકારે શિક્ષણ ક્ષેત્રને અંધકાર યુગમાં ધકેલી દીધો છે તેમ કહી ચિંતા વ્યક્ત કરી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
ગુજરાતના શિક્ષણમંત્રીએ ગોધરાની પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવી જોઈએ : દિનેશ બારીઆ.
Advertisement