Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ : શહેરા તાલુકાના સુરેલી ગામમાં “આપ”ની બેઠક યોજાઇ.

Share

આજરોજ શહેરા તાલુકાના સુરેલી ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જનસંપર્ક અને જનસંવાદ બેઠક રાખવામાં આવી હતી. જેમાં પચ્ચીસ જેટલા કુટુંબના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ તથા ગોધરા વિધાનસભાના સંગઠનમંત્રી આસીફ બકકરે ઉપસ્થિત સૌ સભ્યો સાથે સંવાદ કર્યો હતો અને પાર્ટી લક્ષી માહિતી આપવામાં આવી હતી. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ બેઠકને સંબોધીત કરતા જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક વિસ્તારમાં આમ આદમી રાજકીય પરીવર્તન લાવવા માટે સજાગ અને સક્રિય થઇ રહ્યા છે. ભાજપના ભ્રષ્ટાચારીઓને સૌ ઓળખી ગયા છે. હવે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓને દુર કરવા તથા ઇમાનદાર આમ આદમી પાર્ટીને લાવવા વિધાનસભા વિસ્તારના નાગરિકોનો એકમત થઇ રહ્યો છે. દિવસે દિવસે “એક મોકો કેજરીવાલને” સ્લોગન ગુજરાતના સૌ નાગરિકો સુધી પહોંચી રહ્યું છે. ગુજરાતમાં પરીવર્તન માટે એક અવાજ ઉઠી રહ્યો છે એમ પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ આજની બેઠકમાં જણાવ્યું હતું.

આજની બેઠકમાં રમેશભાઈ પટેલીયા, પ્રતાપસિંહ પરમાર, સુરસિંહભાઇ, વિક્રમસિંહ, કિર્તનસિંહ, ભૂપતસિંહ, અશોકભાઈ, પ્રકાશભાઈ, નરવતસિહ, રંગીતભાઇ, દલપતસિહ, સરતાનસિહ, ભવાનસિહ, સાલમસિહ સહિત ગામમાંથી દસ બહેનો પણ પાર્ટીમાં જોડાયા હતા. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, શહેરાના મંગલપુર, ધામણોદ, બોરીયાવી, ખોજલવાસા, ધાધલપુર, માતરીયા વ્યાસ, નાડા, સુરેલી, નાદરવા, ગાંગડીયા, ભેસાલ, ગોરાડા, ધરોલા, ચલાલી, પાદરડી જેવા અનેક ગામોમાંથી આગેવાનો આમ આદમી પાર્ટીને સમર્થન અને આવકાર આપી રહ્યા છે. મોટી સંખ્યામાં આગેવાનો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી રહ્યા છે તેથી શહેરા વિધાનસભામાં પરીવર્તન નિશ્ચિત જણાય છે વધુમાં જણાવ્યું હતું કે આજે ટૅકનોલોજી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે અને શહેરા તાલુકાના સેંકડો લોકો સહકાર આપી રહ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્યની 202 અદાલતો સહિત જામનગરની 10 કોર્ટમાં તા. 14 થી પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરાશે.

ProudOfGujarat

લ્યો બોલો – ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં 15 થી વધુ કોર્પોરેટરો મળી 1 કી.મી નો તાજીયા રૂટ સરખો નથી કરાવી શક્યા

ProudOfGujarat

શહેરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પમા પોલીસ કર્મચારીઅધિકારીઓ,વિધાર્થીઓ,નગરજનોએ રક્તદાન કરી ૮૬ બોટલ રક્ત એકત્ર કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!