Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ‘અગ્નિપથ’ યોજનામાં સુધારો કરવા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

હાલમાં સમગ્ર ભારતમાં ખુબ ચર્ચા અને વિવાદમાં છે એ ‘અગ્નિપથ” યોજનામાં સુધારો કરવા માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. પંચમહાલ જિલ્લા કલેકટરને જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, હાલ સરકાર દ્વારા જાહેર કરાયેલી’અગ્નિપથ’ યોજનામાં નેવી, આર્મી અને એરફોર્સમાં ઉંમર ૧૭.૫ થી ૨૧ વર્ષ સુધીના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવશે અને ચાર વર્ષ બાદ છૂટા કરવામાં આવશે એવું જણાવાયું છે તેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આ યોજનામાં સુધારો કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે, આ યોજના અંતર્ગત જે પણ યુવાનોની ભરતી કરવામાં આવે તેમને પુરા પંદર વર્ષ માટે સેવા કરવાની તક આપવામાં આવે તથા પોતાના જીવની પરવા કર્યા વગર પોતાના કુટુંબ પરિવારજનોથી દુર રહી દેશની રક્ષા માટે યુવાનો જોડાય તેઓને પેન્શનનો લાભ આપવામાં આવે તેવી માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસની આગેવાની હેઠળ, કાલોલ વિધાનસભા સંગઠનમંત્રી ઉત્સવ પટેલ, ગોધરા વિધાનસભા સંગઠનમંત્રી અજય વસંતાની, કાલોલ તાલુકા પૂર્વ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ, કાલોલ તાલુકા પૂર્વ યુવા પ્રમુખ અનિલ સોલંકી, જિલ્લા લધુમતી સમિતિના પૂર્વ પ્રમુખ અમીન ગુરજી, ગોધરા શહેર પૂર્વ ઉપપ્રમુખ આશીષ કામદાર, જિલ્લા ફરીયાદ સમિતિના પૂર્વ પ્રમુખ મનોજ જોષી સહિતના કાર્યકરો દ્વારા સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

માંગરોળ : મહુવેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની આસિફા ઈકબાલ ચૌહાણ પ્રશ્નો ઉકેલો ઇનામ મેળવો સ્પર્ધામાં રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેર ના નગર પાલિકાના વોર્ડ માં ચૂંટાયેલા સભ્યોની કમ્પ્લેન ઉપર પાલિકાનું તંત્ર ધ્યાન ન આપતું હોય આજ રોજ પાલિકા કચરી ખાતે પાલિકા ના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો……..

ProudOfGujarat

असम की आशना गोगोई बनी नंबर वन ड्रामेबाज तीसरे सीजन की विजेता

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!