PM મોદી આજે સવારે માતા હીરાબાના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું અને બાદમાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે હવે પાવાગઢ મંદિરમાં PMના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.
મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કર્યું હતું. ત્યારબાદ ત્યાં મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો થશે. PM મોદી આજે મંદિરે આવીને મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ દરમ્યાન PM મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે.