Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : સમાન વિજળી દરની માંગ સાથે પ્રતિક આંદોલન પર બેઠેલા ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મુલાકાત કરી.

Share

ગુજરાતમાં સામાન્ય નાગરિકો અને ખેડૂતોની વિજળી દર ઘટાડો કરવાની ભારે માંગ ઉઠવા પામી છે તથા અન્ય રાજ્યોની સરખામણીમાં સમાન વિજળી દરની માંગણી થઈ રહી છે.

આજરોજ ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટર કચેરીની બહાર એક દિવસ માટે પ્રતિક આંદોલન પર ખેડૂતો બેઠા હતા તેઓની સરકાર સામે માંગણી છે કે ગુજરાતમાં સમાન દરે વિજળી આપવામાં આવે અન્ય ઘણા રાજ્યોમાં ગુજરાત કરતાં વિજળી દર ખુબ નીચો છે તેથી સમાન વિજળી દરની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ ખેડૂતોની બેઠક પર આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆ સહિત જિલ્લા પ્રમુખ દર્શન વ્યાસ, ગોધરા વિધાનસભા સંગઠન મંત્રી મનંત પટેલ, રાજુભાઈ પટેલ, મનોજભાઈ જોષી, આશિષ કામદાર તથા અન્ય કાર્યકરોએ આ પ્રતિક આંદોલનના સ્થળે જઈને ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને સમર્થન આપ્યું હતું. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા માન. જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતમાં વિજળી દર સસ્તો કરવાની સરકાર પાસે માંગ કરવામાં આવી છે જો તેમ નહીં કરવામાં આવે તો નજીકના સમયમાં ગામે ગામ કાર્યકરો દ્વારા પદયાત્રા કાઢવામાં આવશે અને લોકોને જાગૃત કરવામાં આવશે તથા સાંજના સમયે મશાલ યાત્રા કરી સરકાર પાસે વિજળી દર સસ્તો કરવાની ભારે માંગ સાથે લડત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજપીપળા શહેરનાં સ્ટેશન રોડ પર રોજિંદી ગટર ઉભરાવવાની સમસ્યાથી વેપારીઓ નાસીપાસ.

ProudOfGujarat

ભરૂચ : રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ વેપારીઓ અને ગ્રાહકો માસ્ક વગર જણાયા.

ProudOfGujarat

રાજપીપળા : ડેડીયાપાડા તાલુકાનાં કૂકરી પાદરથી આગળ આવેલ દેવ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!